નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ
AI Image |
Drug addict husband, UP: યુપીના જૌનપુરથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ડ્રગ્સ માટે 2 લાખ 20 હજાર રૂપિયામાં વેચી દીધી. પીડિતાના ભાઈએ કરેલી ફરિયાદ પર પોલીસે આ ઘટનાને અવગણના કરી હતી. પરંતુ કોર્ટે આ મામલે નોંધ લીધી અને આરોપીઓ સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો.
રાજેશ ડ્રગ્સનો વ્યસની છે તેમજ અન્ય મહિલા સાથે પણ સંબંધો
આ કિસ્સો મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અમિત કુમાર પાંડેએ આ અંગે માહિતી આપતા મંગળવારે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિની 34 વર્ષીય શોભાવતીએ અરજી આપીને કહ્યું કે, તેના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા સિંગરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુરના રહેવાસી રાજેશ સાથે થયા હતા. તેના 2 પુત્ર અને 2 પુત્રીઓ છે. રાજેશ ડ્રગ્સનો વ્યસની છે તેમજ અન્ય બીજી મહિલા સાથે પણ સંબંધો ધરાવે છે.
દોઢ વર્ષ પહેલા ડ્રગ્સ માટે 2.20 લાખ રૂ.માં પત્નીને વેચી દીધી
પીડિતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપીએ તેને લગભગ દોઢ વર્ષ પહેલા ડ્રગ્સ માટે વેચી દીધી હતી. 4 ફેબ્રુઆરીએ તે ખરીદદારોના ચુંગાલમાંથી ભાગી આવી હતી. આરોપ છે કે આશરે દોઢ વર્ષ પહેલા રેશનકાર્ડ બનાવવાના બહાને તેનો પતિ રાજેશ તેને બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અશોક કુમાર પાસે લઈ ગયો અને પછી ત્યા તેને 2.20 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. વિરોધ કરતા અશોક કુમાર અને તેના સાથીઓએ તેને મારી નાખવાની ધમકી આપી અને પીડિતાને ત્યાં બંધક બનાવી રાખી હતી.
કોર્ટના આદેશ બાદ પોલીસે કેસ દાખલ કર્યો
થોડા સમય બાદ શોભાવતીનો ભાઈ ગુડ્ડુ એક દિવસ તેના સાસરિયાના ઘરે પહોંચ્યો અને પીડિતાના પતિ રાજેશે તેને કહ્યું કે તેની બહેન બાળકો સાથે ભાગી ગઈ છે. ગુડ્ડુએ આ વાત માની નહીં અને શંકા જતા તે પોલીસ સ્ટેશન ગયો, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેની અરજી સાંભળવામાં ન આવી. જ્યારે મામલો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ શિલ્પીની કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશે તાત્કાલિક અસરથી પીડિતાના પતિ રાજેશ ખરીદનાર અશોક કારકુન હરિજન અને એક અજાણ્યા વ્યક્તિ સામે વેચાણ, હુમલો, ઈજા પહોંચાડવી, કાવતરું ઘડવું, ધમકી આપવી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ
આ અંગે એએસપી રૂરલ આતિશ સિંહે જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ગુનેગારોને કડક સજા આપવાની સાથે આ કેસમાં દોષિત ઠરેલા કોઈપણ પોલીસ કર્મચારીને પણ બક્ષવામાં નહી આવે અને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.