જમ્મુના સાંબામાં શંકાસ્પદ પેકેટમાંથી મળ્યા વિસ્ફોટકો, ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી છોડવામાં આવ્યા હોવાની આશંકા


સાવંખા મોરથી થોડા અંતરે મળ્યું એક સીલબંધ પેકેટ 

ચાઈનીઝ પિસ્તોલ અને 5 લાખ રોકડા પણ મળી આવ્યા 

બે આતંકવાદીઓ અને એક મહિલા સહિત બે સહયોગીઓની ધરપકડ 

નવી દિલ્હી,તા. 24 નવેમ્બર 2022, ગુરુવાર 

જમ્મુના સાંબા જિલ્લામાં ગુરુવારે પોલીસને એક સીલબંધ પેકેટ મળ્યું હતું. તેમાંથી વિસ્ફોટકો, હથિયારો અને મોટી માત્રામાં રોકડ મળી આવી છે. પોલીસને શંકા છે કે, પાકિસ્તાની ડ્રોન દ્વારા આ પેકેટો પડ્યા છે. સાંબાના SSP અભિષેક મહાજને જણાવ્યું કે, આ વિસ્ફોટક પદાર્થ કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે ફેંકવામાં આવ્યો હતો. SSP એ વધુમાં જણાવ્યું કે, સવારે લગભગ 6 વાગ્યે એક વ્યક્તિએ અમને જાણ કરી કે, વિજયપુરના સાવંખા મોરથી થોડા અંતરે એક સીલબંધ પેકેટ મળ્યું છે.

પેકેટમાંથી 5 લાખ રૂપિયા, 2 ચાઈનીઝ પિસ્તોલ, 4 મેગેઝીન, એક સ્ટીલ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોએ 22 નવેમ્બરે લશ્કરના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. બાંદીપોરામાં લશ્કરના બે સક્રિય આતંકવાદીઓ અને એક મહિલા સહિત બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો, IED તૈયારી સામગ્રી મળી આવી હતી.


City News

Sports

RECENT NEWS