India

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ 'ધ્રૂવાસ્ત્ર' સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
વાસ્ત્ર એ પ્રખ્યાત નાગ મિસાઈલનું હવાઈ સંસ્કરણ (HELINA) છે. જેને હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. એકવાર લક્ષ્ય નક્કી થયા પછી આ મિસાઈલ જાતે જ દુશ્મનના ટેન્કનો પીછો કરીને તેને નેસ્તનાબૂદ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ 'ધ્રૂવાસ્ત્ર' સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે
Image X

DRDO HELINA: ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. DRDO દ્વારા વિકસિત અને સંપૂર્ણપણે સ્વદેશી એવી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ધ્રુવાસ્ત્ર હવે સેનાના બેડામાં સામેલ થવા માટે તૈયાર છે. આ મિસાઈલ ખાસ કરીને લદ્દાખ જેવા ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ચીન અને પાકિસ્તાનના ટેન્કોનો કાળ સાબિત થશે.

શું છે ધ્રુવાસ્ત્રની ખાસિયતો?

ધ્રુવાસ્ત્ર એ પ્રખ્યાત નાગ મિસાઈલનું હવાઈ સંસ્કરણ (HELINA) છે. જેને હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. એકવાર લક્ષ્ય નક્કી થયા પછી આ મિસાઈલ જાતે જ દુશ્મનના ટેન્કનો પીછો કરીને તેને નેસ્તનાબૂદ કરે છે. તે ફાયર એન્ડ ફરગેટ ટેક્નોલોજી ધરાવે છે. દુનિયાના આધુનિક ટેન્કોનું ઉપરનું પડ સૌથી નબળું હોય છે. ધ્રુવાસ્ત્ર હવામાં ઊંચાઈ પર જઈને સીધો ઉપરથી હુમલો કરે છે. 43 કિલો વજનની આ મિસાઈલ 800 મીમી જાડી સ્ટીલ પ્લેટને પણ આરપાર ચીરી નાખવાની ભારે મારક ક્ષમતા ધરાવે છે. તે 7 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને પણ સચોટ રીતે નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો: સંગીતની ‘આશા’ અમર થઈ: સિંગર આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકનું મોજું

રુદ્ર અને પ્રચંડ બનશે વધુ ઘાતક

આ મિસાઈલને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા નિર્મિત રુદ્ર અને પ્રચંડ જેવા એટેક હેલિકોપ્ટર્સ પર તૈનાત કરવામાં આવશે. સરકાર દ્વારા તાજેતરમાં 156 પ્રચંડ હેલિકોપ્ટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ધ્રુવાસ્ત્રની હાજરી ભારતીય વાયુસેના અને થલ સેનાને પહાડી યુદ્ધમાં અજેય બનાવશે.

આત્મનિર્ભર ભારત તરફ મોટું ડગલું

સરકારે 700 કરોડ રૂપિયાના ખર્ચે 200 થી વધુ ધ્રુવાસ્ત્ર મિસાઈલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે, એક મિસાઈલની કિંમત 1 કરોડથી પણ ઓછી હોવાનો અંદાજ છે. આ સફળતા બાદ હવે ભારતને રશિયા કે યુરોપ પર નિર્ભર રહેવું નહીં પડે અને વિદેશી મુદ્રાની પણ બચત થશે.

ભવિષ્યની તૈયારી SANT મિસાઈલ

ધ્રુવાસ્ત્રની સફળતા બાદ હવે DRDO SANT (Stand-off Anti-Tank) મિસાઈલ પર કામ કરી રહ્યું છે. તેની રેન્જ ધ્રુવાસ્ત્ર કરતા પણ વધુ હશે અને તે રડાર સેન્સરથી સજ્જ હશે, જે ભારતીય સરહદોને વધુ સુરક્ષિત બનાવશે.