Get The App

Job Vacancy: DRDOમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક, આ રીતે અપ્લાય કરી શકો છો

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
DRDO Apprenticeship


DRDO Apprenticeship Vacancy: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ એપ્રેન્ટિસ તાલીમ માટે અરજીઓ આમંત્રિત કરી છે. DRDOની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) એ 'ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ' અને 'ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ' શ્રેણીઓ હેઠળ એપ્રેન્ટિસશિપ તાલીમ માટે અરજીઓ મગાવી રહી છે. રૂચિ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે ઑફલાઇન (સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ) 7મી ઑક્ટોબર સુધી અરજી કરી શકે છે. જેની સંપૂર્ણ માહિતી જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

કોણ કરી શકે છે અપ્લાય

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)એ 'ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ' અને 'ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ' શ્રેણીઓ હેઠળ એપ્રેન્ટિસશિપ તાલીમ માટે ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ડિગ્રી ધરાવતા લોકો અરજી કરી શકે છે.

આ પણ વાંચોઃ VIDEO: દેશને મળશે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન, અનેક આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

વિવિધ વિભાગમાં ખાલી પડેલ જગ્યા

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ

કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ અને સંલગ્ન શાખાઓ અને માહિતી ટેકનોલોજીમાં BE/B.Tech અને ઈલેક્ટ્રોનિક્સ ઈજનેરી અને સંલગ્ન શાખાઓમાં BE/B.Tech ધરાવતા ઉમેદવારો માટે છ જગ્યાઓ ખાલી છે; 

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સેફ્ટી એન્જિનિયરિંગમાં BE/B.Tech માટે બે-બે જગ્યાઓ અને મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયરિંગ માટે એક-એક જગ્યા ખાલી છે.

એન્જિનિયરિંગ ઉપરાંત, લાઇબ્રેરી સાયન્સ (B.Lib.Sc) માટે બે જગ્યાઓ, BBA ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે એડમિનિસ્ટ્રેશન/HR માટેની પાંચ જગ્યાઓ અને B.Com ડિગ્રી ધારકો માટે ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ અને કોસ્ટ એકાઉન્ટિંગ માટેની પાંચ જગ્યાઓ ખાલી છે.

B- ટેકનિશિયન (ડિપ્લોમા એપ્રેન્ટિસ)

કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ અને સંલગ્ન શાખાઓ અને માહિતી ટેકનોલોજીમાં ડિપ્લોમા માટે: 9 જગ્યાઓ

ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને સંલગ્ન શાખાઓ માટે: 9 જગ્યાઓ

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા માટે: 2 ખાલી જગ્યાઓ

સિનેમેટોગ્રાફીમાં ડિપ્લોમા માટે: 2 જગ્યાઓ

મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા માટે: 2 જગ્યાઓ

Job Vacancy: DRDOમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક, આ રીતે અપ્લાય કરી શકો છો 2 - image

Tags :