દિવાળી પર લાખોની સંખ્યામાં લોકો પોતાના કાર્ય સ્થળ પરથી તેમના વતનના શહેરોમાં મુસાફરી કરે છે. મોટાભાગના લોકો માટે ટ્રેનો પરિવહનનું સુવિધાજનક માધ્યમ છે. તમે પણ આવા લોકોમાંના એક હોવ કે, જે ટ્રેન દ્વારા ઘરે મુસાફરી કરવાના છો, તો તમારી બેગ પેક કરતા પહેલા ભારતીય રેલ્વે તરફથી એક મહત્ત્વપૂર્ણ અપડેટ પર એક નજર નાખવી જરુરી છે. તહેવારોની સિઝનમાં દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે રેલ્વેએ મુસાફરોને ટ્રેનોમાં ચોક્કસ વસ્તુઓ લઈ જવાનું ટાળવા માટે એક નવી સલાહ જારી કરવામાં આવી છે, જેનો હેતુ અકસ્માતો અટકાવવા અને તહેવારોની ભીડ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો છે.
આ પણ વાંચો: બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ
આ દિવાળીના તહેવારમાં ટ્રેનોમાં ખૂબ ભીડ હોવાની અપેક્ષા હોવાથી સલામતીના નિયમોનું પાલન કરવું વધુ મહત્ત્વપૂર્ણ છે. આમ કરવાથી સરળ અને ચિંતામુક્ત મુસાફરી સુનિશ્ચિત થઈ શકે છે. અહીં, અમે તમને નાની ગાઈડલાઈન આપી રહ્યા છીએ, કે આ સિઝન દરમિયાન તમારે કઈ વસ્તુઓ ન લઈ જવી જોઈએ. તેમજ કેવી રીતે સલામત મુસાફરી કરવી તે અંગે સંક્ષિપ્ત માર્ગદર્શિકા આપી રહ્યા છીએ.
આ 6 વસ્તુઓ લઈ જવાનું ટાળો
દિવાળી, છઠ અને અન્ય તહેવારો દરમિયાન ભારતીય રેલ્વેએ સલામત અને સુગમ ટ્રેન મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સલામતીના પગલાં વિશે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું છે. અધિકૃત સલાહ પ્રમાણે મુસાફરોએ ટ્રેનમાં આ છ વસ્તુઓ લઈ જવાનું ટાળવું જોઈએ:
- ફટાકડા
- કેરોસીન તેલ
- ગેસ સિલિન્ડર
- સ્ટોવ
- માચિસ બોક્સ
- સિગારેટ
આ વસ્તુઓ ન લઈ જવાનું કારણ તમે જાણો જ છો, કેમ કે, આમાંની ઘણી વસ્તુઓ જ્વલનશીલ અથવા વિસ્ફોટક હોય છે. ટ્રેનની મર્યાદિત જગ્યામાં જ્યાં વેન્ટિલેશન ઓછું હોઈ શકે છે અને સપાટીઓ ઘણીવાર ધાતુ અથવા પ્લાસ્ટિકની હોય છે, ત્યાં એક નાની તણખા પણ જોખમને નોંધપાત્ર રીતે વધારી શકે છે.
ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવી સલામતી ટિપ્સ
આ સાથે રેલ્વે અધિકારીઓએ મુસાફરોને સતર્ક રહેવા અને સુરક્ષિત મુસાફરી માટે સૂચના આપવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યું છે કે, શંકાસ્પદ વસ્તુઓ અથવા વર્તન જોવા મળે તો તરત અધિકારીને જાણ કરો. જો તમને ટ્રેનમાં અથવા સ્ટેશન પર ફટાકડા, જ્વલનશીલ પદાર્થો અથવા કંઈપણ અસામાન્ય દેખાય, તો તાત્કાલિક RPF/GRP અથવા રેલ્વે સ્ટાફનો સંપર્ક કરો. તેમજ કિંમતી વસ્તુઓ પાસે ન રાખો, હળવા સામાન સાથે મુસાફરી કરો, ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરો, બાળકો અને વૃદ્ધોનું રક્ષણ કરો, સ્ટાફની સૂચનાઓનું પાલન કરો. વગેરે જેવી સૂચના આપવામાં આવી છે.


