IPLમાં વિવાદોમાં રહેલો દિગ્વેશ રાઠી ફરી બાખડ્યો, બેટરે કરી નાખી જોરદાર ધોલાઈ
Digvesh Rathi Controversy In DPL Match: આઈપીએલથી વિવાદમાં રહેલો ક્રિકેટર દિગ્વેશ રાઠી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. આ વખતે દિલ્હી પ્રીમિયર લીગ (DPL) ની બીજી સીઝન દરમિયાન સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના બોલર દિગ્વેશ રાઠીનો વેસ્ટ દિલ્હી લાયન્સ બેટ્સમેન અંકિત કુમાર સાથે શાબ્દિક ઝઘડો થયો હતો. આ ઝઘડા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે, ઓપનર બેટ્સમેને સળંગ બે બોલમાં છગ્ગા ફટકાર્યા હતાં.
લખનૌ સુપર જાયન્ટ્સનો બોલર રાઠી આ વખતે આઈપીએલ 2025માં તેના નોટબુક સેલિબ્રેશનના કારણે વિવાદમાં રહ્યો હતો. તેમજ અન્ય બેટર્સ સાથે ચડસાચડસીના બનાવો પણ બન્યા હતાં. તેણે આઈપીએલ-25માં 14 વિકેટ ઝડપી હતી.
દિગ્વેશ રાઠીનો ફરી વિવાદ
દિલ્હી પ્રીમિયર લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સની બીજી મેચમાં રાઠીએ વેસ્ટ દિલ્હીના ઓપનર અંકિત કુમાર સાથે શાબ્દિક ઝઘડો કર્યો હતો. તે વેસ્ટ દિલ્હી સામે પાંચમી ઓવર રમી રહ્યો હતો. ત્યારે વિકેટનો પીછો કરી રહેલો રાઠી પાંચમા બોલ પર બોલિંગ સ્ટ્રાઈડ છોડીને બહાર નીકળી ગયો હતો. તેણે IPLમાં પણ આ પ્રકારનો દાંવ રમ્યો હતો. જો કે, તેના જવાબમાં, અંકિત પણ બેટિંગ કરતી વખતે પીચ પરથી બહાર નીકળી ગયો હતો. જેથી રાઠી ગુસ્સે ભરાયો હતો. બાદમાં રાઠીએ ગુસ્સામાં ક્લિન બોલ્ડ કરવા ગયો પરંતુ અંકિતે લગાતાર બે સિક્સ ફટકારતાં રાઠીને છેડ્યો હતો. આ સાથે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચોઃ કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નહોતી Ind vs Eng સીરિઝ, 6 વિવાદ રહ્યાં ભારે ચર્ચામાં...
186 રનનો પીછો કરી રહેલા વેસ્ટ દિલ્હીના ઓપનર્સે પ્રથમ 11 ઓવરમાં 118 રન બનાવ્યા હતાં. જેમાં સાઉથ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ છઠ્ઠી ઓવરમાં રાઠીને ત્રીજા સ્પેલ માટે ફરીથી બોલાવ્યો હતો. અંકિતે તેનું સ્વાગત સતત છગ્ગા - એક લોંગ-ઓન પર, બીજો ડીપ મિડ-વિકેટ પર ફટકાર્યા હતા અને બાદમાં રાઠી તરફ 'બે' નો ઇશારો કર્યો હતો. બોલરે ત્રણ ઓવરમાં ૦ વિકેટમાં 33 રન આપ્યા હતાં.
અંકિતની ધૂઆંધાર બેટિંગ
અંકિતે માત્ર 46 બોલમાં શાનદાર 96 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે ક્રિશ યાદવ સાથે માત્ર 14 ઓવરમાં 158 રનની જંગી ઓપનિંગ ભાગીદારી નોંધાવી ટીમની જીતનો માર્ગ ખુલ્લો કર્યો હતો.