Get The App

મહારાષ્ટ્ર સરકારમાં હલચલ: CM ફડણવીસે અજિત પવારના ખાસ મંત્રીનું રાજીનામું લીધું

Updated: Mar 4th, 2025

GS TEAM

Google News
Google News
CM devendra fadnavis,  Dhananjay Munde


Maharashtra Politics: મહારાષ્ટ્રના બીડ સરપંચ હત્યા કેસમાં મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ ફડણવીસ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. સીએમ ફડણવીસે કહ્યું કે, 'મેં ધનંજય મુંડે દ્વારા સુપરત કરાયેલ રાજીનામું સ્વીકારી લીધું છે. અને મેં આ રાજીનામું રાજ્યપાલને મોકલી દીધું છે.' નોંધનીય છે કે, મંત્રી ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું.

શું છે આખો મામલો?

નવી ડિસેમ્બર 2024માં બીડના મસાજોગ ગામના સરપંચ દેશમુખની હત્યાએ રાજ્યમાં રાજકીય તોફાન મચાવી દીધું હતું. આ કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથીનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ રાજ્ય સરકારને ઘેરી છે. ગયા મહિને મહારાષ્ટ્ર ક્રાઇમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ અને બે સંબંધિત કેસોમાં બીડ જિલ્લાની એક કોર્ટમાં 1,200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચો: આશિષ ચંચલાની રડી પડ્યો: વીડિયો શેર કરી કહ્યું- મારા પરિવાર માટે પ્રાર્થના કરજો

બીડમાં એક વીજ કંપની પાસેથી કથિત ખંડણી રોકવાનો પ્રયાસ કર્યા પછી, દેશમુખનું અપહરણ કરવામાં આવ્યું, ત્રાસ આપવામાં આવ્યો અને હત્યા કરવામાં આવી. આ ગુનામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી કૃષ્ણા અંધલે હજુ પણ ફરાર છે. મહારાષ્ટ્ર સરકારે આ કેસમાં પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.

અજિત પવાર અને ફડણવીસની મુલાકાત

સૂત્રોના જણાવ્યાનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ (CID) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી. જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી મુંડે બીડ જિલ્લાના પરલીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ધારાસભ્ય છે. અગાઉ તેઓ બીડના વાલી મંત્રી હતા.

મહારાષ્ટ્ર સરકારમાં હલચલ: CM ફડણવીસે અજિત પવારના ખાસ મંત્રીનું રાજીનામું લીધું 2 - image

Tags :