Get The App

આશિષ ચંચલાની રડી પડ્યો: વીડિયો શેર કરી કહ્યું- મારા પરિવાર માટે પ્રાર્થના કરજો

Updated: Mar 4th, 2025

GS TEAM

Google News
Google News
Ashish Chanchlani


Ashish Chanchlani: યુટ્યુબર આશિષ ચંચલાની, જે કોમેડિયન સમય રૈનાના શૉ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં પેનલિસ્ટ હતા, તે પણ અશ્લીલ મજાકના વિવાદમાં ફસાયા હતા. જો કે કો-પેનલિસ્ટ રણવીર અલ્હાબાદિયા દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી, પરંતુ તેની અસર શૉમાં હાજર દરેક વ્યક્તિ પર પડી. આ કેસમાં ઘણા દિવસોની પૂછપરછ બાદ આશિષ પહેલીવાર બોલ્યો છે. આશિષે એક ઈમોશનલ વીડિયો શેર કરીને ફેન્સને સમર્થન આપવા અને પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી.

આશિષ ચંચલાની રડી પડ્યો

આશિષે માત્ર મુંબઈ જ નહીં પરંતુ આસામ પોલીસને પણ પોતાનું નિવેદન આપવાનું હતું. પોતાની રજૂઆત અને નિવેદન રેકોર્ડ કર્યા પછી, યુટ્યુબરે પ્રથમ વખત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેણે કહ્યું કે, 'શું બોલવું તે સમજાતું નથી. અમે પરિસ્થિતિ સામે લડીશું, અમે આવા મુશ્કેલ સમય જોયા છે, અમે આમાંથી પણ કંઈક નવું શીખીશું. હું તમને બધાને વિનંતી કરું છું કે મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો. જ્યારે પણ હું પાછો આવું, મારું કામ થોડું વિખેરાય જશે પણ મને સર્થન આપજો. હું હંમેશની જેમ સખત મહેનત કરીશ.'

પોલીસે આશિષની પણ પૂછપરછ કરી હતી 

તાજેતરમાં આશિષ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતો જોવા મળ્યો હતો. શૉને લઈને તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આશિષે વિવાદાસ્પદ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેને શૉના ફોર્મેટ અને પેમેન્ટને લઈને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પોલીસે આશિષ અને રણવીર અલ્હાબાદિયાની 4 કલાક પૂછપરછ કરી હતી. આ બધી બાબતોને કારણે યુટ્યુબર્સ ખૂબ જ પરેશાન દેખાતા હતા. તેની ભીની આંખો જોઈને ફેન્સ પણ ભાવુક થઈ રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે આશિષની ભૂલ નથી, તે કોઈ કારણ વગર ફસાઈ ગયો.

શું છે સમગ્ર મામલો?

યુટ્યુબર સમય રૈના યુટ્યુબ પર ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો શૉ ચલાવે છે. જે ડાર્ક કોમેડી શૉ છે. ફેમસ યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ થોડા દિવસો પહેલા તેમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે શૉમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. આ અંગે રણવીર અને સમય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અશ્લીલ મજાકનો વીડિયો વાયરલ થયો હતો જેના કારણે મોટી સંખ્યામાં લોકો નારાજ થયા હતા. આના પર નારાજગી વ્યક્ત કરીને, તેઓએ યુટ્યુબરનો બહિષ્કાર કરવાની માંગ કરી અને કેસ પણ નોંધવામાં આવ્યો. 

રણવીર અલ્હાબાદિયા પ્રખ્યાત યુટ્યુબર છે. જે પોડકાસ્ટ ચેનલ પણ ચલાવે છે. અત્યાર સુધી તેના શૉમાં કાર્તિક આર્યનથી લઈને વિક્કી કૌશલ જેવા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા છે. પરંતુ હવે વિવાદોમાં ફસાયા બાદ તમામ સ્ટાર્સે રણવીરથી દૂરી બનાવી લીધી છે.

આશિષ ચંચલાની રડી પડ્યો: વીડિયો શેર કરી કહ્યું- મારા પરિવાર માટે પ્રાર્થના કરજો 2 - image

Tags :