ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ અપાઈ હતી નોટિસ, ગોવા અગ્નિકાંડ અંગે મોટા ખુલાસા

25 Killed in Birch by Romeo Lane Blaze in Goa : નોર્થ ગોવાના અરપોરામાં લોકપ્રિય નાઈટ ક્લબ Birch by Romeo Laneમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં 25 લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર ટુરિસ્ટ તથા સ્ટાફના 14 લોકોનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ બાદ ગોવામાં ચાલતા નાઈટ ક્લબોની સુરક્ષાને લઈને ફરી સવાલ ઊભા થાય છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ ક્લબ ગેરકાયદે હતું એન ક્લબ એન્ટ્રી, એક્ઝિટ ગેટ ખૂબ જ સાંકળા હતા. મૃતકોમાં કેટલાકના મોત ધુમાડાથી ગૂંગળામણના કારણે થયું છે.
સાંકળા રસ્તાના કારણે ફાયર વિભાગની ગાડી પહોંચી શકી નહીં
અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, કે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળથી 400 મીટર દૂર ઊભી રાખવી પડી હતી. જેના કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો.
પ્રત્યક્ષદર્શીનો દાવો- ડાન્સ ફ્લોર પર આગ લાગી અને લોકો ભાગ્યા
પ્રત્યક્ષદર્શી ફાતિમા શેખે એ મીડિયાને જણાવ્યું કે આગ લાગ્યા બાદ લોકો બચવા માટે ભાગી રહ્યા હતા જેના કારણે અફરાતફરી સર્જાઈ. વીકેન્ડના કારણે ભીડ વધારે હતી અને ડાન્સ ફ્લોર પર 100થી વધુ લોકો હતા. ગણતરીની મીનીટમાં ક્લબ આગની ઝપેટમાં આવી ગયું. ક્લબમાં વૃક્ષના પાનથી બનાવેલ ડેકોરેટિવ માળખાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગથી બચવા માટે લોકો નીચેની તરફ ભાગ્યા અને ગ્રાઉન્ડ ફ્લોર પર સહિત રસોડામાં પહોંચી ગયા. કેટલાક તેમાં જ ફસાઈ ગયા.

દબાણ કરી ગેરકાયદે રીતે ધમધમી રહ્યું હતું ક્લબ
અરપોરા-નાગોઆ ગ્રામ પંચાયતે ગયા વર્ષે જ આ ક્લબ તોડી પાડવાની નોટિસ ફટકારી હતી. કારણ કે ક્લબ ગેરકાયદે રીતે ચાલી રહ્યું હતું. ગ્રામપંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું છે, કે આખું ક્લબ જ ગેરકાયદે હતું. ક્લબની આસપાસ કોઈ પણ નિર્માણનું લાયસન્સ અપાયું નહોતું અને ફાયર સેફ્ટીના નિયમોનો પણ ઉલ્લંઘન થઈ રહ્યો હતો. જોકે ક્લબની અપીલ બાદ પંચાયતે નોટિસ પરત ખેંચી હતી.
મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું- ક્લબમાં નિયમોનું ઉલ્લંઘન
સમગ્ર મામલે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે, કે ઉપરના માળે આગ લાગી. ત્યાં દરવાજા ખૂબ જ નાના હતા. કેટલાક લોકો બહાર નીકળ્યા જ્યારે તેમાં જ ફસાઈ ગયા. અંડરગ્રાઉન એરિયામાંથી પણ કેટલાક મૃતદેહ મળી આવ્યા છે. ત્યાં વેન્ટિલેશન હતું જ નહીં. ક્લબ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મજિસ્ટ્રેટ તપાસના આદેશ અપાયા છે. ક્લબ માલિક, જનરલ મેનેજર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
હવે અન્ય નાઈટ ક્લબમાં પણ તપાસ હાથ ધરાશે
કેલગુટના ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યું છે, કે હવે તમામ નાઈટક્લબોનું ફાયર સેફ્ટી ઓડિટ કરાશે. સોમવારથી તમામ ક્લબને નોટિસ આપવાની શરૂઆત થશે. જે બાદ નિયમોનું ઉલ્લંઘન કરતાં ક્લબ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

ગોવા પોલીસનો જુદો દાવો
ગોવા પોલીસના પ્રમુખ આલોક કુમારે કહ્યું છે, કે સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી. જોકે કેટલાક પ્રત્યક્ષદર્શીઓ જુદું નિવેદન આપી રહ્યા છે. કેટલાકનો દાવો છે કે પહેલા માળ પર જ્યાં ડાન્સ ફ્લોર હતો ત્યાંથી આગ લાગવાની શરૂઆત હતીય હતી. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે.
ગોવા અગ્નિકાંડ મામલે વડાપ્રધાન કાર્યાલય તરફથી મૃતકોના પરિજનો માટે બે લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

