India

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો

By GS TEAM
26 Oct 20252 mins read
TukuTouch Logo
ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીના સેકન્ડ યરની એક વિદ્યાર્થિની પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો કોલેજથી થોડા અંતરે થયો હતો જ્યારે પીડિતા કોલેજ જઈ રહી હતી. એસિડ એકેટમાં પીડિતાનો ચહેરો બચી ગયો પરંતુ તેના હાથ બળી ગયા હતા. નિવેદનના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો

Delhi University Acid-Attack : ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીના સેકન્ડ યરની એક વિદ્યાર્થિની પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો કોલેજથી થોડા અંતરે થયો હતો જ્યારે પીડિતા કોલેજ જઈ રહી હતી. એસિડ એકેટમાં પીડિતાનો ચહેરો બચી ગયો પરંતુ તેના હાથ બળી ગયા હતા. નિવેદનના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો

પીડિતાને હાથમાં ઈજા થઈ છે

વિદ્યાર્થિની પર જ્વલનશીલ પદાર્થ ફેંકવાની ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. હુમલા બાદ હાજર લોકોએ પીડિતાનેતાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલે જણાવ્યું હતું કે, પીડિતાને હાથમાં ઈજા થઈ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.

મુકુંદપુરની 20 વર્ષીય યુવતી પર એસિડ એટેક થયો

દિલ્હી પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે મુકુંદપુરની 20 વર્ષીય યુવતી પર એસિડ એટેક થયો હોવાની માહિતી મળી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તે તેના ક્લાસ માટે અશોક વિહારની લક્ષ્મીબાઈ કોલેજ જઈ રહી હતી. જ્યારે તે કોલેજ જઈ રહી હતી, ત્યારે મુકુંદપુરનો રહેવાસી અને તેનો પરિચિત જીતેન્દ્ર તેના મિત્રો, ઇશાન અને અરમાન સાથે મોટરસાઇકલ પર આવ્યો હતો.

આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો

એવો આરોપ છે કે ઇશાને અરમાનને એક બોટલ આપી હતી, જેણે યુવતી પર એસિડ ફેંક્યું હતું. પીડિતાએ તેનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના બંને હાથ બળી ગયા હતા. આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, જીતેન્દ્ર તેનો પીછો કરી રહ્યો હતો અને લગભગ એક મહિના પહેલા તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ક્રાઇમ ટીમ અને FSL ટીમે ક્રાઈમ સીનનું નિરીક્ષણ કર્યું. પીડિતાના નિવેદન અને ઇજાઓના પ્રકારને આધારે કાયદાકીય કાર્યવાહી સંહિતા (CrPC) ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Cyclone Montha: વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં 'મોન્થા' બનશે તીવ્ર!

પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારની તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ અને રાહદારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુમાં, પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું અગાઉનો કોઈ વિવાદ હુમલાનું કારણ હતું.