દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી, ફ્લાઈટ્સની અવર-જવરને અસર

Delhi Airport Flight Operations: શુક્રવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ મોટા વિલંબને કારણે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, 'ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે. મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.'
ATC સિસ્ટમમાં વિલંબનું કારણ અને એરલાઇન્સની સૂચના
PTIના સૂત્રો અનુસાર, ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ (AMS) માટે માહિતી પૂરી પાડે છે. વિલંબના અહેવાલ બાદ સ્પાઇસજેટએ એડવાઇઝરી જાહેર કરી કે દિલ્હીમાં ATCની ભીડને કારણે તમામ આવક-જાવક (Arrivals/Departures) અને તેના પછીની ફ્લાઇટ્સ પર અસર થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહે.
ફ્લાઈટ્સની અવર-જવરને અસર
એર ઇન્ડિયાએ પણ વિલંબની પુષ્ટિ કરતા કહ્યું કે, 'દિલ્હીમાં ATC સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા તમામ એરલાઇન્સમાં ફ્લાઇટ સંચાલનને અસર કરી રહી છે, જેના કારણે એરપોર્ટ પર અને વિમાનમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે અને વિલંબ થઈ રહ્યો છે.'
આ પણ વાંચો: ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન
સ્પાઇસજેટે આપી ચેતવણી
સ્પાઇસજેટ એરલાઇને પણ આ સંબંધમાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 'દિલ્હીમાં ATC (એર ટ્રાફિક કંટ્રોલ)ની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પરિણામે થનારી અન્ય ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. સ્પાઇસજેટે પણ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમની ફ્લાઇટનું સ્ટેટસ (સ્થિતિ) તપાસતા રહે.'

