Get The App

ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન 1 - image


Nagok News: કોઈપણ સામાન્ય માનવી માટે ઊંઘ આહારવિહાર અને શ્વાસ લેવા જેટલી જ જરૂરી હોવાનું કહેવાયું છે. વૈજ્ઞાનિકોએ તે સાબિત કરવા માટે કેટલાય સંશોધનો પણ કર્યા છે. ઊંઘી જવું તે માનવ જીવનનો અનિવાર્ય હિસ્સો માનવામાં આવે છે. પણ વિશ્વમાં એક એવી વ્યક્તિ પણ છે જે લગભગ 60 વર્ષથી ઊંઘી નથી. 

આ વ્યક્તિનું નામ થાઈ નગોક છે.તે વિયેતનામનો છે. અહેવાલ મુજબ તે છેલ્લાં 62 વર્ષથી ઊંઘ્યો નથી. 81વર્ષના નગોકનો દાવો છે કે 1962માં આવેલા તાવના લીધે તે તાવ ઉતરી ગયા પછી તે એક પળ માટે સૂઈ શક્યા નથી. તેમનો ગાઢ ઊંઘ તો ઠીક પણ ઝોકું સુદ્ધા આવતું નથી. તેમની આ દુર્લભ બીમારીને જોઈને ડોક્ટર પણ હેરાન છે. તેના ગામના લોકો મજાકમાં ગામનો વગર પગારનો ચોકીદાર પણ કહે છે. તે સતત જાગતો હોવાના કારણે ત્યાં કોઈ ચોરી કરવા આવવાની હિંમત કરતું નથી. 

નગોક ફક્ત 60 વર્ષ કરતાં વધારે સમયથી જાગે છે એવું નથી તે ખેતીના કામમાં મદદ પણ કરી રહ્યા છે. કોઈએ તેમને ઊંઘતા જોયા જ નથી. અહેવાલ મજબ 1942માં વિયેતનામમાં ક્વાંગ નામના પ્રાંતના એક નાના ગામમાં જન્મેલા નગોકને વિયેતનામ યુદ્ધ દરમિયાન ૨૧ વર્ષની વયે ભારે તાવ આવ્યો અને તે માંદો પડયો. તેના પછી તેને તાવ તો ઉતરી ગયો, પરંતુ તેની ઊંઘ ક્યારેય પરત ન આવી. નગોકે જણાવ્યું હતું કે તેણે ઊંઘવા માટે કેટલાય પ્રયત્નો કર્યા, પરંતુ તે ઊંઘી ન શક્યા. 

Tags :