India

દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા નિષ્ફળ: સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, કૂતરાઓએ મૃતદેહ ફાડી ખાધો!

By GS Team
18 Sep 20263 mins read
TukuTouch Logo
દિલ્હીના સ્વરૂપ નગરમાં 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. પોલીસે 50થી વધુ CCTV ફૂટેજ તપાસી 4 આરોપીઓને ઝડપ્યા, જેમાં 3 સગીર અને શિવમ ઉર્ફે સુદામા નામનો એક પુખ્ત શખ્સ સામેલ છે. આરોપીઓએ ટેમ્પોમાં શરાબ પીધા બાદ આ ગુનો આચર્યો હતો. પોલીસે હત્યામાં વપરાયેલી 2 છરીઓ અને લોહીવાળા કપડાં જપ્ત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા નિષ્ફળ: સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, કૂતરાઓએ મૃતદેહ ફાડી ખાધો!

Delhi Swaroop Nagar Crime: 4 Held Including 3 Minors in Brutal Teen Assault Case | દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચકચારી ઘટના સામે આવી છે. પરિચિત શખ્સો દ્વારા જ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી તેની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરીને 50 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા બાદ તમામ ચારેય આરોપીઓને પકડી પાડ્યા છે.

ખેતરમાંથી મળી આવ્યો ક્ષતવિક્ષત મૃતદેહ

આ સમગ્ર ઘટના દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં બની હતી. 13 સપ્ટેમ્બરની સવારે કુશક રોડ નજીકના ખેતરોમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવતાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ એટલી હદે સડી ગયેલી હાલતમાં હતો કે ફોરેન્સિક ટીમ માટે શરૂઆતમાં જેન્ડર નક્કી કરવું પણ મુશ્કેલ બન્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતદેહના કેટલાક ભાગો ભટકતા કૂતરાઓએ ખાઈ લીધા હતા અને મૃતકનો એક હાથ ખેતરમાં અલગ પડેલો મળી આવ્યો હતો. મૃતકની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

પરિવારે કેમ ગુમ થયાની ફરિયાદ ન નોંધાવી?

પોલીસ તપાસમાં એ વિગત પણ સામે આવી હતી કે સગીરાના પરિવારે તે ગુમ થઈ હોવાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે દીકરી અવારનવાર કોઈને કહ્યા વિના ઘરેથી જતી રહેતી અને થોડા દિવસો પછી પાછી આવી જતી હતી. આ કારણે પરિવારે તેની ગેરહાજરીને સામાન્ય ગણી હતી.

ટેમ્પોમાં શરાબ પીધા બાદ આચર્યો ગુનો

PTI ના અહેવાલ મુજબ, 17 વર્ષીય પીડિતા અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા. ઘટનાની રાત્રે આરોપીઓએ એક ટેમ્પોની અંદર સાથે મળીને દારૂ પીધો હતો. તે પછી સગીરા પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી મૃતદેહને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

કેસ ઉકેલવા માટે દિલ્હી પોલીસે આસપાસના રસ્તાઓ પર લાગેલા 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા. અંધારા અને ઓછી વિઝિબિલિટીના કારણે શરૂઆતમાં એક શંકાસ્પદ ટેમ્પોનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ દેખાયો નહોતો.

જોકે, રૂટ ટ્રેસ કરીને પોલીસે આખરે તે ટેમ્પોને ખડ્ડા કોલોનીમાં પાર્ક થયેલો શોધી કાઢ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકને કસ્ટડીમાં લઈ લાંબી પૂછપરછ હાથ ધરી હતી, જેના આધારે બાકીના 3 શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

  • પોલીસે આ કેસમાં 16થી 17 વર્ષની વયના 3 સગીરો અને એક પુખ્ત શખ્સ શિવમ ઉર્ફે સુદામાની અટકાયત કરી છે.
  • ઘટનાસ્થળ અને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી 2 છરીઓ કબજે લેવામાં આવી છે.
  • ગુના સમયે આરોપીઓએ પહેરેલા લોહીથી ખરડાયેલા કપડાં પણ પોલીસે જપ્ત કર્યા છે.

તપાસ અધિકારીઓ એ દિશામાં પણ તપાસ ચલાવી રહ્યા છે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે કેમ.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.