India

પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલ નિમાયા, તરણજિત સિંહ સંધુ દિલ્હીના નવા LG

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા તરનજિત સિંહ સંધુને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, દિલ્હીના વર્તમાન LG વી.કે. સક્સેનાની લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલ નિમાયા, તરણજિત સિંહ સંધુ દિલ્હીના નવા LG
Representative Image

LG And Governor Updates : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા તરનજિત સિંહ સંધુને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, દિલ્હીના વર્તમાન LG વી.કે. સક્સેનાની લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી છે.


લદ્દાખમાં કવિન્દર ગુપ્તાનું ટૂંકું શાસન

લદ્દાખના LG કવિન્દર ગુપ્તાએ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા વી.કે. સક્સેના તેમની જગ્યા લેશે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા કવિન્દર ગુપ્તાની નિમણૂક 14 જુલાઈ, 2025ના રોજ બ્રિગેડિયર (ડો.) બી.ડી. મિશ્રાના સ્થાને કરવામાં આવી હતી. જોકે, એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે પદ છોડ્યું છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું પણ રાજીનામું

આ દરમિયાન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે પણ આજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલના ઓએસડી (OSD)એ આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આનંદ બોઝે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મોકલી આપ્યું છે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે આર.એન. રવિની નિમણૂક કરવામાં આવી છે.

મમતા બેનર્જીની નારાજગી

રાજ્યપાલ સી.વી. આનંદ બોઝના અચાનક રાજીનામાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, નવા રાજ્યપાલ તરીકે આર.એન. રવિની નિમણૂક કરતા પહેલા તેમની સાથે કોઈ સલાહ-સૂચન કે પરામર્શ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-'રડારથી સંપર્ક તૂટયો'

કોણ છે તરનજિત સિંહ સંધુ?

દિલ્હીના નવા LG તરીકે નિયુક્ત થયેલા તરનજીત સિંહ સંધુ 1988ની બેચના આઈપીએસ (IFS) અધિકારી છે. તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે સફળ સેવાઓ આપી ચૂક્યા છે.