India

VIDEO: દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, મુસાફરોની ચીસાચીસ વચ્ચે ઈમરજન્સી લેન્ડિંગ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની 6E-6115 ફ્લાઈટમાં 11 ઓક્ટોબર, 2026ના રોજ હવામાં મુસાફરી દરમિયાન એક મુસાફરની પાવર બેંક ફાટતા આગ લાગી હતી. કેબિન ક્રૂએ તાત્કાલિક આગ બુઝાવી હતી. ફ્લાઈટનું હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, મુસાફરોની ચીસાચીસ વચ્ચે ઈમરજન્સી લેન્ડિંગ

IndiGo Flight Power Bank Fire: દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં હવામાં મુસાફરી દરમિયાન એક મુસાફરની પાવર બેંક ફાટતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં મુસાફરો આગને ઓલવતા જોવા મળે છે. મુસાફરોની ચીસાચીસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાય છે.

દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ

મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6115 દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી. આ દરમિયાન એક મુસાફરના પાવર બેંકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. કેબિન ક્રૂના સભ્યએ તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને આગને ઓલવી નાખવામાં આવી હતી.

દુર્ઘટના અંગે ઈન્ડિગોનું નિવેદન

ઘટનાને લઈને ઈન્ડિગોએ જણાવ્યું કે, '11 ઓક્ટોબર, 2026ના રોજ ફ્લાઈટમાં એક વ્યક્તિના ઈલેક્ટ્રોનિક ઉપકરણમાંથી ધુમાડો નીકળવાની સૂચના મળતાની સાથે ફ્લાઈટને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ પછી ફ્લાઇટને રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. મુસાફરોને ચેન્નાઈ સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.'

મુસાફરોની સુરક્ષાને લઈને એરલાઇને શું કહ્યું?

એરલાઇનનું કહેવું છે કે, 'મુસાફરોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. આવી પરિસ્થિતિઓમાં તમામ સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. કેબિન ક્રૂએ ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.' આ ઘટનાનો ચોક્કસ સમય અને સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ઘટના બાદ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પાવર બેંક કઈ કંપનીની હતી અને આગ લાગવા પાછળું કારણ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે, શું ઉપકરણમાં કોઈ તકનીકી ખામી સર્જાઈ હતી કે પછી બેટરીને લગતી કોઈ સમસ્યા હતી. તાજેતરના વર્ષોમાં લિથિયમ-આયન બેટરી સાથે સંકળાયેલા સુરક્ષા જોખમો અંગે ઉડ્ડયન ઉદ્યોગ સતત સતર્ક રહ્યો છે. પાવર બેંક, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી બેટરીઓ જો વધુ ગરમ થઈ જાય અથવા તેમાં કોઈ ખામી સર્જાય તો તેમાં આગ લાગી શકે છે.