India

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી

By GS TEAM
7 Nov 20252 mins read
TukuTouch Logo
દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે (7 નવેમ્બર) સવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા ભારે અફરાતફરી મચી હતી. ઓટોમેટીક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં સર્જાયેલી ખામી દૂર કરવામાં આવી છે, તેમાં હાલ આંશિક અસર યથાવત્ છે, જેના કારણે 800થી વધુ ફ્લાઈટ મોડી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી

Delhi Airport Technical Glitch : દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે (7 નવેમ્બર) સવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા ભારે અફરાતફરી મચી હતી. ઓટોમેટીક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં સર્જાયેલી ખામી દૂર કરવામાં આવી છે, તેમાં હાલ આંશિક અસર યથાવત્ છે, જેના કારણે 800થી વધુ ફ્લાઈટ મોડી પડી રહી છે.

એરપોર્ટ પર ખામીના કારણે સિસ્ટમ સંપૂર્ણ ઠપ્પ

સૂત્રોના જણાવ્યા અનુસાર ATC સિસ્ટમમાં છેલ્લા બે દિવસથી સમસ્યા આવતી હતી, પરંતુ આજે સવારે લગભગ 5:45 વાગ્યે સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. આ સિસ્ટમથી ફ્લાઈટ પ્લાનિંગ અને ઓટો ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થાય છે, જેનાથી ડેટા મળે છે. સિસ્ટમમાં ખામી બાદ બંધ થઈ જતા ATCને મેન્યુઅલ કામ કરવું પડ્યું હતું, જેના કારણે એરપોર્ટ પરનું સંચાલન ખોરવાઈ ગયું હતું.

તમામ એરલાઈન્સને અસર

ટેકનિકલ ખામીના કારણે ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ્પાઈસજેટ અને અકાસા એર જેવી મોટાભાગની એરલાઈન્સને અસર થઈ હતી. દિલ્હી એરપોર્ટ પર દરરોજ 1500થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન થતું હોવાથી આ ખામીની અસર મિનિટોમાં જ આખા નેટવર્કમાં ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો : ‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ

ખામીના કારણે તંત્રમાં દોડધામ અને બેઠકો ચાલી

ખામીની માહિતી મળતા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ AAIના ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. સિસ્ટમ બનાવનાર કંપનીની ટીમને પણ તાત્કાલીક એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. ફ્લાઈટ પ્લાનિંગને મેન્યુઅલ રીતે પ્રક્રિયામાં લાવવા માટે વધારાનો સ્ટાફ પણ તહેનાત કરી દેવાયો હતો.

સિસ્ટમમાં સુધારો થવાના થોડો સમય લાગશે

AAIના જણાવ્યા મુજબ, ટેકનિકલ ટીમો દ્વારા સિસ્ટમ ફરી ચાલુ કરી દેવાઈ છે. જોકે સવારથી મેન્યુઅલ કામગીરી કરવી પડવાની સ્થિતિ સર્જાતા કાર્યનો બેકલૉગ જમા થયો છે, જેને સુધારવામાં હજુ સમય લાગશે. આ કારણે ફ્લાઈટ્સમાં થોડો વિલંબ હજી પણ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખમમાં