India

દિલ્હીમાં ડેન્જર લેવલ પર પ્રદૂષણ, GRAP-4 લાગુ, ધો.10-12 સિવાય તમામ ક્લાસ પણ બંધ

By GS Team
18 Nov 20241 min read
This article was originally published on 18 Nov 2024
TukuTouch Logo
દેશની રાજદાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે. જેને લઈને દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો છે. જે હેઠળ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી બની ચૂકી છે કે દિલ્હીની શાળાઓમાં સોમવારથી ફિઝિકલ ક્લાસ બંધ કરવાનું એલાન કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ડેન્જર લેવલ પર પ્રદૂષણ, GRAP-4 લાગુ, ધો.10-12 સિવાય તમામ ક્લાસ પણ બંધ

Delhi Air Pollution Crisis : દેશની રાજદાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે. જેને લઈને દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો છે. જે હેઠળ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી બની ચૂકી છે કે દિલ્હીની શાળાઓમાં સોમવારથી ફિઝિકલ ક્લાસ બંધ કરવાનું એલાન કરાયું છે. GRAP-4ના પ્રતિબંધોના કારણે શાળાઓ ઓનલાઈન મોડમાં શિફ્ટ કરી દેવાશે. ધોરણ 10 અને 12 સિવાય તમામ શાળા બંધ રાખવાનો આદેશ આપી દેવાયો છે.

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, સોમવારે GRAP-4 લાગુ થવાની સાથે જ ધોરણ 10 અને 12 સિવાય તમામ વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ ક્લાસ બંધ કરી દેવાશે. તમામ શાળા આગામી આદેશ સુધી ઓનલાઈન મોડમાં ક્લાસ લેશે.


GRAP-4 હેઠળ અનેક પ્રતિબંધ લાગૂ થશે

કેન્દ્રના વાયુ ગુણવત્તા પેનલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ફેઝ-4 હેઠળ દિલ્હી-NCR માટે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે, આ સોમવાર સવારે 8 વાગ્યાથી લાગૂ થશે. જેમાં ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ અને પબ્લિક પ્રોજેક્ટ્સના નિર્માણ પર અસ્થાયી રોક સામેલ છે.

આ વચ્ચે દિલ્હી સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે બપોરે 2 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તેઓ GRAP-4 અને દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચા કરી શકે છે. આ પહેલા ગોપાલ રાય બપોરે 12 વાગ્યે તમામ સંબંધિત વિભાગોના પ્રમુખો સાથે બેઠક કરશે. જણાવી દઈએ કે, AQI રવિવાર સાંજે 7 વાગ્યે 457 સુધી પહોંચ્યું છે.