નાંદેડની સરકારી હોસ્પિટલમાં વધુ 7 દર્દીઓના મોત, 36 કલાકમાં મૃતકોની સંખ્યા 31 પર પહોંચી
મહારાષ્ટ્રમાં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો
આજે મંત્રી હસન મુનીફ સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે

Maharashtra Nanded hospital Deaths : મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલ (Government hospital)માં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી 36 કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા 24થી વધીને 31 થઈ (death toll reaches to 31 in 36 hours) ગઈ છે. સુત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.
પ્રિયંકા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર શોક (Condolences were expressed on social media) વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી હતી કે, ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી (Demanded strict action against those responsible) કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.
આ ઘટના પર શરદ પવારનું નિવેદન
શરદ પવારે પોસ્ટ શેર કરતા લખ્યું કે, નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં હતા. આ ઘટનામાં 12 નવજાત બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ એક ચોંકાવનારી ઘટના છે. આવી જ કમનસીબ ઘટના થાણેની કાલવા હોસ્પિટલમાં બની હતી અને તે ઘટનાને ગંભીરતાથી ન લેવાને કારણે ફરી આ પ્રકારની ઘટના નાંદેડમાં થઇ જેમાં 24 લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા દેખાડે છે. શરદ પવારે સરકારે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, શક્ય તેટલું જલ્દીથી કડક પગલાં લેવામાં આવે.

