'ઓપરેશન સિંદૂર'ના દિવસે જન્મેલી દીકરીનું નામ 'સિંદૂરી' રાખ્યું, ખૂબ થઈ રહી છે ચર્ચા
Bihar News : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુલમાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના 9 આતંકવાદી ઠેકાણાઓ પર ભારતે મિસાઇલ હુમલા કર્યા હતા. જ્યારે આ મામલે ભારતીય સેનાની બહાદુરીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે 'ઓપરેશન સિંદૂર'ના દિવસે દીકરીનો જન્મ થતાં બિહારના કટિહારમાં એક શખ્સે પોતાની નવજાત બાળકીનું નામ 'સિંદૂરી' રાખ્યું હોવાનું સામે આવ્યું છે.
ઓપરેશન સિંદૂર'ના દિવસે જન્મેલી દીકરીનું નામ 'સિંદૂરી' રાખ્યું
બિહારના કુર્સેલાના રહેવાશી સંતોષ મંડલ અને રાખી કુમારીએ તેમની દીકરીનું નામ 'સિંદૂરી' રાખ્યું છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ના દિવસે જ બાળકીનો જન્મ થતાં પરિવારે આ ઐતિહાસિક દિવસને દીકરીના નામ સાથે જોડી દીધુ હતુ.
આ પણ વાંચો: 'ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો', વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
સિંદૂરીના પિતાએ કહ્યું હતું કે, 'અમારી દીકરી દેશની જીતના દિવસે આવી, એટલે પરિવારને આ દિવસ એટલો ખાસ લાગ્યો કે દીકરીનું નામ સિંદૂરી રાખ્યું. આ અમારા માટે ગર્વ અને સોભાગ્યની વાત છે.' દીકરીના નામને લઈને નાના કુંદન મંડલે કહ્યું કે, 'એક તરફ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકની જીત અને એજ દિવસે દીકરીનો જન્મ થયો. આ બંને અમારા માટે ગૌરવની વાત છે. સિંદૂરી જ્યારે મોટી થશે ત્યારે તેને સેનામાં મોકલશું.'