W, 2, W, W, W... : યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક, રેકોર્ડ્સની હારમાળા સર્જી
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં ગઈકાલે બુધવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચાર વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે CSK ની પ્લેઑફમાં પહોંચવાની તમામ શક્યતા ખતમ થઈ ગઈ. આ મુકાબલામાં યુઝવેન્દ્ર ચહલે આ સીઝનની પહેલી હેટ્રિક લીધી.
ચેપૉકમાં લીધી સીઝનની પ્રથમ હેટ્રિક
ચહલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ ચેપૉક સ્ટેડિયમમાં એક જ ઓવરમાં ચાર વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ ઓવરમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. આઈપીએલમાં આ ચહલની બીજી હેટ્રિક હતી. 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચહલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં હેટ્રિક લીધી હતી.
IPLમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનારા ખેલાડીઓ
અમિત મિશ્રા - (SRH vs PWI-2013)
યુઝવેન્દ્ર ચહલ - (RR vs KKR, 2022)
આંદ્રે રસેલ (KKR vs GT, નવી મુંબઈ 2022)
યુઝવેન્દ્ર ચહલ (PBKS vs CSK, ચેન્નઈ 2025)
આ પણ વાંચોઃ CSK vs PBKS : પંજાબ કિંગ્સની 4 વિકેટથી જીત, ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર
IPLમાં સૌથી વધુ હેટ્રિક
- અમિત મિશ્રા - 3 (2008, 2011, 2013)
- યુવરાજ સિંહ - 2 (2009)
- યુઝવેન્દ્ર ચહલ - 2 (2022, 2025)
IPLમાં સૌથી વધુ 4+ વિકેટ ઝડપનારા ખેલાડીઓ
યુઝવેન્દ્ર ચહલ –9
- સુનીલ નારાયણ -8
- લસિથ મલિંગા - 7
- કાગીસો રબાડા - 6
પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનારા બોલર્સ
યુવરાજ સિંહ- 2
અમિત મિશ્રા- 1
સેમ કરન- 1
યુઝવેન્દ્ર ચહલ-1
ચહલનું આ પર્ફોર્મન્સ ફક્ત વ્યક્તિગત સિદ્ધિઓ માટે જ નહીં, પરંતુ તેની ટીમ માટે ગેમ-ચેન્જર સાબિત થયું છે. તેની બોલિંગે પંજાબ કિંગ્સને જીત અપાવી પ્લેઓફની રેસમાં જાળવી રાખી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSK સંપૂર્ણ 20 ઓવર રમી શકી ન હતી અને 190 રનમાં ઓલઆઉટ થઈ હતી. ચહલે 19મી ઓવરમાં હેટ્રિક સાથે એક ઓવરમાં જ 4 વિકેટ ઝડપી હતી.