Get The App

NTAએ જાહેર કર્યું CSIR-UGC NETનું પરિણામ, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
NTAએ જાહેર કર્યું CSIR-UGC NETનું પરિણામ, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ 1 - image
Image Source: envato

CSIR-UGC NET Result 2025: લાંબા સમયની રાહ જોયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આખરે CSIR-UGC NET જૂન 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ csirnet.nta.ac.in પર જઈને પોતાનો સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ ફક્ત તેમનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.

તમને જણાવી દઈએ કે NTA એ ગઈકાલે એટલે કે 19 ઓગસ્ટ 2025 ના રોજ CSIR UGC NET જૂન પરીક્ષાની અંતિમ આન્સર કી જાહેર કરી હતી. ત્યારબાદથી વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ઉમેદવારો પાસે તેમની ઉત્તરવહી તેમજ સાચા વિકલ્પની માહિતી છે. સત્તાવાર વેબસાઇટ પર આપેલી અંતિમ આન્સર કી PDF માં, ઉમેદવારો પ્રશ્ન ID, વિકલ્પ ID, વિષય ID, પરીક્ષા તારીખ અને પેપર કોડ જેવી માહિતી જોઈ શકે છે.

આ પણ વાંચો: ઓનલાઇન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું- 'હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા'

આ વખતે CSIR NET જૂન પરીક્ષા 28 જુલાઈ 2025 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 1,95,241 ઉમેદવારોને બેસવાની તક મળી હતી, જેમાંથી 1,47,732 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી.

Tags :