નવી દિલ્હી, 17 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાથી સંપુર્ણ દુનિયામાં હાહાકાર છે, ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ જારી છે, જેના કારણે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 13 હજારને પાર થઇ છે, જો કે છેલ્લા બે દિવસોમાં કોરોનાનો કહેરમાં થોડો ઘટાડો જોવા મળે છે.
દેશમાં ખતરનાક કોરોના વાયરસ કોવિડ-19 રોગચાળાથી સંક્રમિતોની સંખ્યા 13664 થઈ ગઈ છે. જ્યારે 437 લોકોનાં મોત થઇ ચુક્યા છે, આરોગ્ય મંત્રાલયે ખતરનાક સંક્રમણથી 1748 લોકો સાજા પણ થયા છે, છેલ્લા 12 કલાકમાં 628 કેસ અને 17 મોત થયા છે.
આ પ્રકારે શુક્રવારને જારી નવા આકડામાં ઘટાડો થતો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે, કોરોના વાયરસથી સૌથી વધું 194 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં થયા છે, અહીં અત્યાર સુંધી આ રોગચાળાથી પિડિતોની સંખ્યા 3699 થઇ ગઇ છે.
તે સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે.
તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા હતા. આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે.મધ્યપ્રદેશના 65% દર્દી ઈન્દોરમાં છે.આ આંકડાઓ રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે.
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.
38 more #COVID19 cases reported in Karnataka from 5 pm yesterday till 12 pm today. Total cases in the state stand at 353, including 82 discharged & 13 deaths: Karnataka Government pic.twitter.com/P4e9WfKHyN
— ANI (@ANI) April 17, 2020
288 more #COVID19 cases & 7 more deaths reported in Maharashtra. Total coronavirus cases in the state stand at 3,204 and deaths at 194: State Health Department
— ANI (@ANI) April 17, 2020
उत्तर प्रदेश: प्रयागराज में कल डॉक्टरों और हेल्थ केयर वर्कर्स ने PPE किट पहन कर प्ले कार्ड दिखाते हुए डॉक्टरों पर हुए हमले पर अपना विरोध जताया। नारायण सिंह अस्पताल के डॉ.राजीव सिंह कहते हैं: अगर डॉक्टर ही सुरक्षित नहीं हैं तो क्या वो आपको कोरोना से बचा पाएंगे? #COVID19 pic.twitter.com/SNx7mTbXgJ
— ANI_HindiNews (@AHindinews) April 17, 2020


