Get The App

કફ સિરપ જ જીવલેણ સાબિત થઇ, મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં 7 બાળકોના મોત, તંત્રમાં દોડધામ

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
કફ સિરપ જ જીવલેણ સાબિત થઇ, મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં 7 બાળકોના મોત, તંત્રમાં દોડધામ 1 - image


Cough Syrup News : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં અનેક બાળકોના મોત અને બીમારી થવાની ઘટનાઓ વધતાં તંત્ર ટેન્શનમાં આવી ગયું છે અને એક પછી એક કાઉચ સિરપ્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસ બાદ અનેક કફ સિરપ સામે પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપ શંકાના દાયરામાં આવી છે કે કારણ કે આ સિરપ પીધા પછી અનેક બાળકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક બીમાર થયા છે.

સેમ્પલ એકઠાં કરવાનું શરૂ 

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ની એક કેન્દ્રીય ટીમે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં કફ સિરપના સેમ્પલ એકઠાં કરવાનું શરુ કર્યું અને રાજસ્થાનમાં આવા જ સમાન કેસ નોંધાયા બાદ સવાલોના ઘેરામાં આવેલી સિરપની બેચનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ સિરપનું ડિસ્ટ્રિબ્યુશન અટકાવાયું હતું. 

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ટેન્શન વધ્યું 

રાજસ્થાનના સીકર જિલ્લામાં પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું, જ્યારે ભરતપુરમાં ત્રણ વર્ષનું બાળક ગંભીર રીતે બીમાર પડ્યો હતો. આ બાળકોને મુખ્યમંત્રી મફત દવા યોજના હેઠળ આપવામાં આવતી સિરપ આપવામાં આવી હતી. ગયા મહિને છિંદવાડામાં છ બાળકો પણ આ રીતે જ મૃત્યુ પામ્યા હતા. તેમને સિરપને કારણે કિડનીમાં ચેપ લાગ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. શરૂઆતના લક્ષણોમાં તીવ્ર તાવ અને પેશાબ કરવામાં તકલીફ થવાની સમસ્યાઓ સામે આવી હતી. ત્યારબાદ વહીવટીતંત્રે તાત્કાલિક કોલ્ડરિફ અને નેક્સ્ટ્રો-ડીએસ સિરપ પર પ્રતિબંધ મૂક્યો અને કડક દેખરેખ શરૂ કરી હતી. 

કફ સિરપનું વિતરણ બંધ 

રાજસ્થાનમાં ફરિયાદો મળ્યા બાદ RMSCL એ KL-25/147 અને KL-25/148 બેચની તપાસ શરૂ કરી અને હવે કેયસન્સ ફાર્મા તરફથી તમામ બેચનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય ડ્રગ કંટ્રોલર અજય ફાટકે જણાવ્યું હતું કે બાળકોની બીમારીઓને પગલે ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપનું વિતરણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.

બાળકો માટે ચેતવણી

પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે આ સિરપ બાળકો માટે યોગ્ય નથી. બધા અસરગ્રસ્ત બાળકો ચાર વર્ષથી ઓછી ઉંમરના હતા, જ્યારે આ સિરપ મુખ્યત્વે પુખ્ત વયના લોકો માટે બનાવાયેલ છે. નિષ્ણાતોએ  ચેતવણી આપે છે કે બાળકોને ડૉક્ટરની સલાહ વિના કોઈપણ સિરપ કે દવા આપવી જોઈએ નહીં.

Tags :