India

મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22ને સ્પર્શ્યો

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશમાં દૂષિત 'કોલ્ડ્રિફ' કફ સિરપ (Coldrif Cough Syrup)ની દુર્ઘટના હજુ પણ યથાવત્ છે. જેમાં કિડનીમાં સંક્રમણને કારણે વધુ બે માસૂમ બાળકોનાં મોત થતાં, રાજ્યમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ગુરુવારે છિંદવાડાના એડિશનલ કલેક્ટર ધીરેન્દ્ર સિંહ નેત્રીએ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22ને સ્પર્શ્યો

Coldrif Cough Syrup News : મધ્યપ્રદેશમાં દૂષિત 'કોલ્ડ્રિફ' કફ સિરપ(Coldrif Cough Syrup)ની દુર્ઘટના હજુ પણ યથાવત્ છે. જેમાં કિડનીમાં સંક્રમણને કારણે વધુ બે માસૂમ બાળકોના મોત થતા, રાજ્યમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ગુરુવારે છિંદવાડાના એડિશનલ કલેક્ટર ધીરેન્દ્ર સિંહ નેત્રીએ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી.

મૃત્યુઆંક 22 પર પહોંચ્યો

એડિશનલ કલેક્ટરે જણાવ્યું કે, છિંદવાડાના પરાસિયા કસબાના રહેવાસી બે બાળકો – 5 વર્ષના વિશાલ (બુધવારે સાંજે) અને 4 વર્ષના મયંક સૂર્યવંશી(મોડી રાત્રે)નું નાગપુરની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ સાથે, મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા હવે 22 થઈ ગઈ છે.

SITની રચના, ફેક્ટરી માલિકની ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SITની રચના કરીને, તમિલનાડુ સ્થિત 'કોલ્ડ્રિફ'ના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SITએ ગુરુવારે ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે. પોલીસે દવા ફેક્ટરીને સીલ પણ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે અને શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.

બે અધિકારીઓ સસ્પેન્ડ, ડૉક્ટરની ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SITની રચના કરીને, તમિલનાડુ સ્થિત કોલ્ડ્રિફના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SITએ ગુરુવારે ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે અને દવા ફેક્ટરીને સીલ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.

બે ઔષધિ નિરીક્ષકો અને FDAના ઉપ-નિર્દેશક સસ્પેન્ડ

મધ્યપ્રદેશ સરકારે બાળકોના મોતની તપાસ દરમિયાન બે ઔષધિ નિરીક્ષકો અને FDAના એક ઉપ નિર્દેશકને સસ્પેન્ડ કર્યા હતા, તેમજ રાજ્યના ઔષધિ નિયંત્રક(Drug Controller)ની બદલી કરી દીધી હતી.

આ પણ વાંચો: 20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

આ કેસમાં છિંદવાડાના ડૉ. પ્રવીણ સોનીની બેદરકારીના આરોપસર ધરપકડ કરાઈ છે, જેમની જામીન અરજી સ્થાનિક કોર્ટે બુધવારે ફગાવી દીધી. ડૉ. સોનીની ધરપકડના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશન(IMA) એ ગુરુવારે જિલ્લામાં અનિશ્ચિતકાળની હડતાળની ધમકી આપી છે.