Get The App

કોરોનાના દર્દીએ મહિલા ડોક્ટર પર કરી અશ્લિલ ટિપ્પણી, હોસ્પિટલમાં હંગામો

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News


કોરોનાના દર્દીએ મહિલા ડોક્ટર પર કરી અશ્લિલ ટિપ્પણી, હોસ્પિટલમાં હંગામો 1 - imageનવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓ હજી પણ બની રહી છે.

દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં 25 વર્ષના તબલિગી જમાતના દર્દી પર મહિલા ડોક્ટર સાથે બેહુદુ વર્તન કરવાનો આરોપ લાગ્યો છે. તેણે મહિલા ડોક્ટર પર અશ્લિલ ટિપ્પણીઓ કરી હતી.

જ્યારે પુરુષ સ્ટાફ બચાવમાં ઉતર્યો ત્યારે દર્દીના સમર્થનમાં ટોળુ ઉગ્ર બની ગયુ હતુ. ડોક્ટરોએ પોતાની ઓફિસમાં છુપાઈ જવુ પડ્યુ હતુ.ટોળાએ આ ઓફિસનો દરવાજો તોડવાની પણ કોશિશ કરી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ હોસ્પિટલના ડાયરેક્ટરને ફરિયાદ કરી છે. જે પ્રમાણે દર્દીએ મહિલા ડોક્ટરને ગાળોઆપવાનુ અને અભદ્દ્ર ટિપ્પણી કરવાનુ શરુ કર્યુ હતુ.હોસ્પિટલ સિક્યુરિટી પણ મદદે આવી નહોતી.

દરમિયાન દિલ્હી સરકારનુ કહેવુ છે કે, આ હુમલાનો નહી પણ અભદ્ર્ વ્યવહારનો મામલો છે. પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે અને દર્દીને પોલીસને હવાલે કરી દેવાશે.

Tags :