Get The App

Day 7 of lockdown: ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, પોઝિટીવ કેસ વધીને 73 થયા

Updated: Apr 1st, 2020

GS TEAM

Google News
Google News
Day 7 of lockdown: ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, પોઝિટીવ કેસ વધીને 73 થયા 1 - image

 
અમદાવાદ, તા. 31 એપ્રિલ 2020, મંગળવાર

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે. બે વેન્ટિલેટર પર બાકી બધા સ્ટેબલ છે અને 5 જણાને રજા આપવામાં આવી છે, ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે. Read More...


કોરોના એટલે મૃત્યુ એવું નથી : ભારતમાં અત્યાર સુધી 100 દર્દીઓ સાજા થયા
હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે. અમિત કપૂરે વધુમાં જણાવ્યું છે કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. 14 દિવસ સુધી મારી સારવાર ચાલી હતી. હવે હું ઘરે પરત આવી ગયો છું. હવે હું અન્ય લોેકોને કહેવા માગુ છું કે કોરોનાના કોઇ પણ લક્ષણ દેખાય તો ગભરાવાની જરૂર નથી. ડોકટર પાસે જાવ, તેમના પર વિશ્વાસ રાખો અને સકારાત્મક વિચારો. Read More...


ચિંતા ન કરો, લોકડાઉન 21 દિવસથી વધુ નહીં હોય
દેશભરમાં કોરોના વાઇરસનો કેર જારી છે, આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે દેશમાં વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં ૩૫ લોકોએ કોરોના વાઇરસને કારણે જીવ ગૂમાવ્યો છે. જ્યારે 1242 લોકોને આ વાઇરસનો ચેપ લાગી ગયો છે. આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. જ્યારે મૃત્યુઆંક 24 કલાકમાં જ 29થી વધીને 35 થઇ ગયો હતો. Read More...


કોરોના વાઇરસના કારણે એશિયાના એક કરોડ 10 લાખ લોકો થઈ જશે ગરીબઃ વર્લ્ડ બેંક
કોરોના વાયરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. કોરોના વાઇરસનાં કારણે વિશ્વનાં 196 જેટલા દેશોમાં ફેલાયો છે, ત્યારે વિશ્વભરમાં 37 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે 7,84,314 સંક્રમિત લોકો છે. વર્લ્ડ બેન્કની તાજા રિપોર્ટ મુજબ આ વૈશ્વિક મહામારીના કારણે એશિયામાં 1.1 કરોડ લોકો ગરીબ થઈ જશે. Read More...


Tags :