Get The App

Day 2 of lockdown: 21,284 લોકોને ભરખી ગયો કોરોના, 195 દેશોમાં ફેલાયો

Updated: Mar 26th, 2020

GS TEAM

Google News
Google News
Day 2 of lockdown: 21,284 લોકોને ભરખી ગયો કોરોના, 195 દેશોમાં ફેલાયો 1 - image


અમદાવાદ, તા.26 માર્ચ 2020, ગુરૂવાર

સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 21,000 ને પાર થયો છે. જ્યારે 4,68,523 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે કોરોના વાયરસનાં કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે. જ્યારે કોરોના વાયરસનાં કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજાર પાંચસો ને પાર થયો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે. દુનિયાનાં 50થી વધુ દેશોનાં 170 કરોડ લોકો કોરોનાવાયરસનાં કારણે ઘરમાં કેદ થવા મજબૂર થયા છે.


ભારતમાં 17ના મોત
દેશમાં મોતનો આંક 17એ પહોંચ્યો છે. કોરોના વાયરસથી મોતનો આંક સતત વધી રહ્યો છે. ભારત એ ઇટલી અને અમેરિકાની સ્પીડે આગળ વધી રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કની સ્થિતિ જોઈએ તો માર્ચ 5નાં રોજ માત્ર 11 કેસ હતા. માર્ચ 10નાં રોજ 176 કેસ હતા. માર્ચ 15નાં રોજ 729 કેસ અને માર્ચ 25નાં રોજ આ કેસનો આંક 30,811એ પહોંચ્યો છે. અમેરિકામાં તો આ આંક 50 હજારને પાર કરી ગયો છે.

ઇટાલી પછી સૌથી વધુ મોત સ્પેનમાં કોરોનાની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ચીન મૃત્યુઆંકની બાબતમાં ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે. સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે અને પછીના ક્રમે સ્પેનમાં મૃત્યુ નોંધાયા છે. 25મી તારીખ સુધીમાં સ્પેનમાં 47 હજારથી વધારે કેસ અને 3400થી વધારે મોત નોંધાયા હતા. ઈટાલીમાં મૃત્યુ સંખ્યા 7500થી વધારે અને કેસની સંખ્યા 75 હજાર નજીક પહોંચી છે.  


કોરોના વર્લ્ડ વાઈડ : ક્યાં શું સ્થિતિ?

- કોરોના ન ફેલાય એ માટે સુદાને સવા ચાર હજાર કેદીઓને જેલમુક્ત કર્યા છે. આફ્રિકા ખંડના જ દેશ ઇથિયોપિયામાં પણ ચાર હજાર કેદી મુક્ત કરાયા છે. રાષ્ટ્રસંઘે પણ અન્ય દેશોને ચેપ ફેલાય એવુ લાગે તો કેદીઓને મુક્ત કરવા આગ્રહ કર્યો છે.
- જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરંતુ બીજો ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યો છે. ખાતરી માટે વધુ એક ટેસ્ટ થશે.
- પ્રવાસીઓ આવવાના બંધ છે એ સ્થિતિનો લાભ ઉઠાવી ઇજિપ્તએ પિરામિડ વિસ્તારના ખૂણેખૂણાની સફાઈ આદરી દીધી છે.
- વર્લ્ડ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે વિશ્વના સમૃદ્ધ દેશોને આગ્રહ કર્યો છે કે તમે નાના દેશોની લોન માફ કરજો, જેથી તેઓ કોરોના સામે લડી શકે.
- રશિયામાં સરકારી કાર્યક્રમો અટકાવી દેવાયા છે, લોકોને ઘરમાં રહેવા સૂચના અપાઈ છે.
- વિએટનામે હાલ પુરતી ચોખાની નિકાસ અટકાવી દીધી છે.
- દક્ષિણ કોરિયાએ પોતાની પાસે પડેલા વધારાના મેડિકલ સાધનો અમેરિકાને આપવાની ઑફર કરી છે.

Tags :