Dangerous virus: હવામાનમાં ફેરફારની સાથે જ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વિવિધ બીમારીએ કહેર મચાવ્યો છે. તેમાંથી એક H3N2 ફ્લૂ છે, જે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં લોકોને તાવ, ખાંસી અને શરદી જેવી બીમારી થાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આ તાવને સામાન્ય તાવ સમજવાની ભૂલ ન કરતા, કારણ કે આ ખૂબ ખતરનાક બની શકે છે. ચાલો સમજાવીએ કે 48 કલાકથી વધુ સમય સુધી તાવને અવગણવો કેમ ખતરનાક સાબિત થઈ શકે છે.
H3N2 વાયરસ વિશે જાણો
આ એક પ્રકારનો વાયરસ છે, જે હાલમાં સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે સામાન્ય ઉધરસ અને શરદી કરતાં ઘણો ખતરનાક છે, અને જો તમને લાંબા સમયથી તાવ, શરદી અને ખાંસીના લક્ષણ છે, તો આનાથી સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ શકે છે. રિપોર્ટ પ્રમાણે આ વાયરસ ખૂબ જ ઝડપી લોકોમાં ફેલાઈ રહ્યો છે.
કેવી રીતે ફેલાય છે આ વાયરસ
જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ છીંકે છે અથવા ખાંસી કરે છે ત્યારે આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. જો એ પછી તમે સંક્રમિત જગ્યાને તમે સ્પર્શ કરો છો અને પછી તમારા ચહેરાને સ્પર્શ કરો છો, તો વાયરસ તમારા શરીરમાં ફેલાય છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ આ વાયરસ હોવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, એ નોંધવું અગત્યનું છે કે જો તમે એર-કન્ડિશન્ડ રૂમમાં હોવ તો પણ તમે સુરક્ષિત નથી. રિપોર્ટ પ્રમાણે દિલ્હી-એનસીઆર પ્રદેશમાં આશરે 69 ટકાથી વધુ પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય આ વાયરસથી સંક્રમિત છે.
શું છે તેના લક્ષણો
આ વાયરસના લક્ષણોમાં અચાનક તાવ અને શરદી અને ઠંડી લાગે છે. આ ઉપરાંત ગળામાં દુખાવો, સતત ઉધરસ અને નાકમાંથી પાણી નીકળે છે. વધુમાં સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અતિશય નબળાઈ, મૂંઝવણ અથવા ભ્રમ થાય છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો: યુપીના ફતેહપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત, પિતા-પુત્ર સહિત 7ને કાળ ભરખી ગયો
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે, આ એક પ્રકારનો વાયરસ છે જે શ્વસન માર્ગમાં પ્રવેશ કરે છે. તે ગળાની સમસ્યાઓ, શરદી, તાવ, છાતીમાં જકડાઈ જવું, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફનું કારણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ઓક્સિજનના સ્તરમાં ઘટાડો પણ નોંધાયો છે. બાળકો, વૃદ્ધો અને શ્વાલ લેવાની સમસ્યા થતી હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


