India

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના

By GS TEAM
1 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકસમયમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેવાના છે. બંને નેતા મલેશિયામાં આ મહિને યોજાનારી આસિયાન શિખર સંમેલનમાં ભાગ લઈ શકે છે. જ્યાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે સંભવિત બેઠક થવાના અહેવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના

PM Modi And Trump Meeting: અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકસમયમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેવાના છે. બંને નેતા મલેશિયામાં આ મહિને યોજાનારી આસિયાન શિખર સંમેલનમાં ભાગ લઈ શકે છે. જ્યાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે સંભવિત બેઠક થવાના અહેવાલ છે.

47મી ASEAN સમિટ 26 થી 28 ઓક્ટોબર દરમિયાન મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાશે. વડાપ્રધાન મોદી 26-27 ઓક્ટોબરના રોજ ASEAN સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા જશે. મલેશિયાએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને પણ સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. જો ટ્રમ્પ આમંત્રણ સ્વીકારે તો વડાપ્રધાન સાથે મુલાકાત શક્ય બની શકે છે.

ટેરિફના લીધે વેપાર સંબંધોમાં તિરાડ

અમેરિકાએ અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ઉત્પાદનો પર સૌથી વધુ ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશોના વેપાર સંબંધોમાં તિરાડ પડી છે. તેથી, આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ પ્રથમ વખત PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને મળશે.

ASEANની મેજબાની કરશે મલેશિયા

ASEAN એ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોનું એક પ્રાદેશિક સંગઠન છે, જેની સ્થાપના 8 ઓગસ્ટ, 1967 ના રોજ થઈ હતી, જેનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં 10 દેશોનો સમાવેશ થાય છે: ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા. મલેશિયા 2025 માં આ જૂથનું નેતૃત્વ કરશે. આ દેશો ઉપરાંત, ઘણા અન્ય વૈશ્વિક નેતાઓ પણ સમિટમાં હાજરી આપશે.