Get The App

બંધારણની નકલોમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ 'ગુમ', અધીર રંજને સરકાર સામે તાક્યું નિશાન

અધીર રંજને કહ્યું કે અમને નવા સંસદ ભવનમાં પ્રવેશતી વખતે બંધારણની નવી નકલો અપાઈ હતી

આ બંને શબ્દો 1976માં બંધારણના 42મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દો ઉમેરવામાં આવ્યા હતા

Updated: Sep 20th, 2023

GS TEAM

Google News
Google News
બંધારણની નકલોમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ 'ગુમ', અધીર રંજને સરકાર સામે તાક્યું નિશાન 1 - image

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir ranjan Chaudhry) એ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ (constitution of india) ની નવી નકલોની પ્રસ્તાવનામાં 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક' (socialist and secular ) શબ્દો હતા જ નહીં. 

અધીર રંજન ચૌધરીએ શું કહ્યું? 

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો જે અમને 19 સપ્ટેમ્બરે અપાઈ હતી તેની પ્રસ્તાવનામાં 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક' શબ્દો નહોતા. અમે આ નકલો અમારા હાથમાં લઈને સંસદમાં પ્રવેશ્યા હતા. અમે જાણીએ છીએ કે આ શબ્દો વર્ષ 1976માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો તેમાં સામેલ નથી, તો તે ચિંતાનો વિષય છે.

કહ્યું - મને આ મુદ્દો ઉઠાવવાની તક ન મળી

તેમણે કહ્યું કે સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન 1976માં બંધારણના 42મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.

Tags :