Get The App

76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું 1 - image

Image: IANS



Constitution Day: દેશ આજે 76મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હૉલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, તમામ કેન્દ્રીય મંત્રી અને બંને ગૃહના સાંસદોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 9 ભાષાઓમાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કરવામાં આવ્યું. 

આ પણ વાંચોઃ 26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ

9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ

રાષ્ટ્રપતિએ ડિજિટલ રૂપે મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને મલયાલમ જેવી 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે, આજના દિવસે આખો દેશ બંધારણના નિર્માતાઓ પ્રતિ આદર વ્યક્ત કરે છે. હું બંધારણ દિવસના આ ઐતિહાસિક અવસર પર તમારી વચ્ચે ઉપસ્થિત રહીને ખૂબ પ્રસન્નતા અનુભવું છું. 26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણ ભવનના આ કેન્દ્રીય કક્ષમાં બંધારણ સભાના સભ્યોને ભારતના બંધારણના ડ્રાફ્ટને તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. તે જ વર્ષે આપણે- ભારતના લોકોએ- આપણા બંધારણને અપનાવ્યું હતું. 

રાષ્ટ્રપતિએ બંધારણના આમુખનું કર્યું વાંચન

સંસદના સેન્ટ્રલ હૉલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના આમુખનું વાંચન કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાનનું ગાવામાં આવ્યું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સી.પી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય કાર્ય મંત્રી સહિત તમામ અતિથિ હાજર રહ્યા હતા. 

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ, આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનાર યુવક અરેસ્ટ

દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી રાધાકૃષ્ણને આ કાર્યક્રમમાં કહ્યું કે, આ એ દેશવાસીઓની સામૂહિક બુદ્ધિમત્તા, ત્યાગ અને સપનાનું પ્રતીક છે. જેણે સ્વાતંત્ર્યની લડાઈ લડી હતી. મહાન વિદ્વાનો, ડ્રાફ્ટિંગ કમિટિ અને બંધારણ સભાના સભ્યોએ કરોડો ભારતીયોની આશા અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે ઊંડા અને દૂરદર્શી વિચાર આપ્યા. તેમના નિઃસ્વાર્થ યોગદાને ભારતને આજે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર બનાવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ 2024માં આયોજિત ચૂંટણીમાં મોટી સંખ્યામાં થયેલા મતદાને એકવાર ફરી આપણા લોકતંત્રનો વિશ્વાસ દર્શાવ્યો છે. હાલમાં જ થયેલી બિહાર ચૂંટણીમાં ખાસ કરીને મહિલાઓનો ભારે ઉત્સાહ મોટી સંખ્યમાં મતદાને લોકતંત્રના મુગટમાં એક અનમોલ હીરો જડી દીધો છે. 

PM મોદીએ બંધારણ દિવસ પર દેશવાસીના નામે લખ્યો પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસના અવસરે દેશવાસીઓને પત્ર લખ્યો છે. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક અંગીકરણને યાદ કરતા રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકાને રેખાંકિત કર્યું છે. તેમણે લખ્યું કે, 2015માં સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ જાહેર કર્યો હતો, જેનાથી આ પવિત્ર દસ્તાવેજનું સન્માન કરી શકાય. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે બંધારણે સામાન્ય પૃષ્ઠભૂમિના લોકો દેશની સર્વોચ્ચ સેવામાં પોતાનું યોગદાન આપવાનું સામર્થ્ય આપ્યું. 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર સહિત તેમના બે ભાઈ કાળને ભેટ્યાં

આ સિવાય વડાપ્રધાન મોદીએ પોતાનો સંસદ અને બંધારણ પ્રતિ શ્રદ્ધાનો અનુભવ શેર કર્યો. જેમાં 2014માં સંસદની સીડીને નમન કરવું અને 2019માં બંધારણને પોતાના માથા પર રાખવું, આ બધું તેમની શ્રદ્ધાનું પ્રતીક રહ્યું છે. બંધારણે અગણિત નાગરિકોને સપના જોવા અને તેમને સાકાર કરવાની શક્તિ આપી છે. તેમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી અને વિશેષ રૂપે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વ તેમજ વિશેષ મહિલા સભ્યોને યાદ કર્યા, જેમની દ્રષ્ટિથી બંધારણ સમૃદ્ધ બન્યું. 

Tags :