કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક શરૂ થતા જ સોનિયા ગાંધીએ કરી રાજીનામાની રજૂઆત
નવી દિલ્હી, તા. 24 ઓગસ્ટ 2020 સોમવાર
દિલ્હીમાં સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ચાલી રહેલી બેઠકમાં કોંગ્રેસ પદાધિકારીઓ સાથે જ પાર્ટીના મોટા નેતા હાજર છે. બેઠક શરૂ થતા જ સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી. સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીના રાજીનામાની રજૂઆત બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેમને પોતાના પદ રહેવાની અપીલ કરી છે.
સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીએ પદ છોડવાની રજૂઆત કરતા સમયે ગુલામ નબી આઝાદ, અન્ય દ્વારા લખવામાં આવેલા પત્રનો હલાવો આપ્યો. સૂત્રો અનુસાર જણાવ્યુ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એ કે એન્ટનીના નેતૃત્વમાં પરિવર્તનની માગને લઈને કેટલાક નેતાઓ દ્વારા લખેલા પત્રની ટીકા કરી. સૂત્રો અનુસાર સોનિયા ગાંધી પાર્ટીના નવા અધ્યક્ષ પસંદ કરવા માટે પ્રક્રિયા શરૂ કરવાનું આહ્વાન કર્યુ છે.
સૂત્રો અનુસાર, ગાંધી પરિવાર સિવાય મુકુલ વાસનિક અને એ. કે. એંટોની કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે. પ્રિયંકા પણ બિન ગાંધી પરિવારના નેતાને અધ્યક્ષ બનાવવાનું સમર્થન કરી ચૂકી છે. પાર્ટીમાં બનેલા બે જૂથ વચ્ચે એક જૂથ રાહુલને અધ્યક્ષ બનાવવાના સમર્થનમાં છે. સિનિયર અને યુવા નેતાની લડત વચ્ચેની વચ્ચે હવે વર્કિંગ કમિટી નિર્ણય લેશે.
નેતૃત્વના મુદ્દા પર કોંગ્રેસના બે ભાગમાં દેખાવાની સ્થિતિ બનવા વચ્ચે પાર્ટીની એપેક્સ પોલિસી મેકિંગ યુનિટ સીડબ્લ્યુસીની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ રહી છે. સીડબ્લ્યુસીની બેઠકના એક દિવસ પહેલા રવિવારે પાર્ટીમાં તે સમયે નવો રાજકીય તોફાન આવ્યો જ્યારે પૂર્ણકાલિક અને જમીની સ્તર પર સક્રિય અધ્યક્ષ બનાવવુ અને સંગઠનમાં ઉપરથી લઈને નીચે સુધી પરિવર્તનની માગને લઈને સોનિયા ગાંધીને 23 વરિષ્ઠ નેતાઓ તરફથી પત્ર લખ્યા જવાની જાણકારી સામે આવી.
જોકે, આ પત્રની ખબર સામે આવવાની સાથે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના કેટલાક અન્ય વરિષ્ઠ અને યુવા નેતાઓએ સોનિયા અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરોસો વ્યક્ત કર્યો અને આ વાતે જોર આપ્યુ કે ગાંધી પરિવારની પાર્ટીને એક થઈને રાખી શકાય છે.