Get The App

'આ મોદી સરકારની નિષ્ફળતા...' પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્રેસ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
'આ મોદી સરકારની નિષ્ફળતા...' પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્રેસ 1 - image

Congress on Russia News: રશિયા દ્વારા પાકિસ્તાનને ફાઇટર જેટ એન્જિન પૂરા પાડવામાં આવ્યાના અહેવાલો પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ કહ્યું હતું કે મોદી સરકાર અમને એ સમજાવે કે દાયકાઓથી અમારા સૌથી વિશ્વસનીય ભાગીદાર રશિયાએ ભારતની અપીલને કેમ ફગાવી દીધી અને પાકિસ્તાનને RD-93MA એન્જિન પૂરા પાડવા માટે સહમતિ આપી દીધી. 

આ પણ વાંચોઃ કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા

પીએમ મોદીની વિદેશનીતિ સામે સવાલ 

વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે આ મોદી સરકારની વ્યક્તિગત કૂટનીતિની વધુ એક નિષ્ફળતાને ઉજાગર કરે છે જે રાષ્ટ્રીય હિત કરતાં છબી નિર્માણને પ્રાથમિકતા આપે છે.

જયરામ રમેશે તાક્યું નિશાન 

કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "આ એન્જિન પાકિસ્તાનના ચીની બનાવટના ફાઇટર જેટ, JF-17 માં સ્થાપિત કરવામાં આવશે. આ વિમાનના અપગ્રેડેડ વર્ઝનમાં PL-15 મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવશે જેનો ઉપયોગ પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન કર્યો હોવાનું કહેવાય છે. વાયુસેનાના વડાએ પણ કહ્યું હતું કે શક્ય છે કે પાકિસ્તાને ઓપરેશન દરમિયાન JF-17 નો ઉપયોગ કર્યો હોય."

આ પણ વાંચોઃ ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ

આપણે ધંધો કરી રહ્યા છે અને તેઓ... 

જયરામ રમેશે વધુમાં કહ્યું, "ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરે જૂન 2025 માં આ સોદા સામે સીધો વાંધો ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં, સરકારે દેશને જણાવવું જોઈએ કે વાંધો હોવા છતાં, રશિયા જેવો જૂનો અને વિશ્વસનીય ભાગીદાર હવે પાકિસ્તાનને લશ્કરી સહાય કેમ આપી રહ્યો છે, જ્યારે આપણે તેમની પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યા છીએ અને સ્ટીલ્થ સુખોઈ-57 વિમાન ખરીદવાની ચર્ચા કરી રહ્યા છીએ."

જ્યારે કેટલાક મીડિયાના અહેવાલોમાં એવા દાવા કરાયા છે કે રશિયાએ પાકિસ્તાન સાથે આવી કોઈપણ પ્રકારની ડીલ કરી નથી. મોસ્કોએ પણ આ પ્રકારના અહેવાલોને રદીયો આપ્યાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.