Get The App

દેશમાં ઘૂસણખોરી સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર: થરૂર

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
Shashi Tharoor


Shashi Tharoor On Infiltration : દેશમાં ઘૂસણખોરી મામલે કોંગ્રેસ સાંસદ શશી થરૂરનું નિવેદન સામે આવ્યું છે. ભારતમાં બોર્ડર અને ઈમિગ્રેશન વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારની જવાબદારી પર જોર દેતા શશી થરૂરે કહ્યું કે, 'દેશમાં ગેરકાયદે પ્રવાસીઓની હાજરી સિસ્ટમની ગંભીર ખામીને ઉજાગર કરે છે. જો લોકો ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરે છે અથવા વિઝાની સમયમર્યાદા પૂરી થઈ હોય છતાં ભારતમાં રહે તો આ બોર્ડર મેનેજમેન્ટ અને ઈમિગ્રેશન કન્ટ્રોલમાં ચૂકનો સંકેત છે.'

આ મામલે કડક કાર્યવાહીની જરૂરતને લઈને સરકારના અધિકારોનું થરૂરે સમર્થન કર્યુ હતું.

સરકારે કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર: શશી થરૂર

થરૂરે કહ્યું કે, 'ઘૂસણખોરો આપણા દેશમાં આવી રહ્યા છે, તો શું આપણી નાકામી નથી? શું આપણે બોર્ડર પર વધુ નિયંત્રણ રાખવા ન જોઈએ?' તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે, સરકારને આ પ્રકારના ઉલ્લંઘન પર કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદે દેશમાં રહી રહ્યો છે, જેમાં વિઝાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોય અને તો પણ રહેતા હોય તો સરકારને તેને ડિપોર્ટ કરવાનો કાયદાકીય અધિકાર છે. 

થરૂરે ફક્ત કડક વલણ પર જોર આપ્યું નથી, પરંતુ માનવીય મૂલ્યોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'કાયદાનું પાલન કરવો જરૂરી છે, પરંતુ ખાસ કરીને સંવેદનશીલ બોર્ડર-પાર મામલામાં સંતુલિત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવવું જોઈએ. આ મામલે અનેક વખત માનવીય અને રાજકીય બંને પહેલુને નજરઅંદાજ ન કરવું જોઈએ.'

આ પણ વાંચો: ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ

કોંગ્રેસ સાંસદે ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાં રહેવાની અનુમતિ આપવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો. તેમણે આ નિર્ણયને માનવીય મૂલ્યો પર આધારિત નિર્ણય ગણાવ્યો હતો.