કોંગ્રેસ 'ગઢ' પણ ના જીતી શકી અને 'સિંહ' પણ ગુમાવ્યો! અસમ ચૂંટણીમાં મોટો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Assam Election Results : અસમ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની પ્રચંડ જીત થવાની સાથે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની હોટ સીટ અને કોંગ્રેસના ગઢ જોરાહાટ બેઠક પરથી દિગ્ગજ ઉમેદવારની મોટા માર્જીનથી હાર થઈ છે. અસમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની જોરહાટ બેઠક પરથી હાર થઈ છે, તેમની સામે ભાજપના ઉમેદવાર હિતેન્દ્રનાથ ગોસ્વામીએ 20,000થી પણ વધુ મતોથી જીત મેળવી છે.
હિતેન્દ્ર ગોસ્વામીએ છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણી જીતી
ચૂંટણી પંચના ડેટા મુજબ જોરહાટા વિધાનસા ક્ષેત્રના પરિણામમાં ગૌરવ ગોગોઈને 46,257 મત મળ્યા છે, જ્યારે હિતેન્દ્ર ગોસ્વામીને 69,439 મત છે. ગોગોઈએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી છે, તો ગોસ્વામી અત્યાર સુધી છ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. અગાઉ ગોસ્વામી અસમ ગણ પરિષદ (AGP) તરીકે ત્રણ વખત, તે પછી ભાજપના ઉમેદવાર તરીકે ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : કેજરીવાલને ઝટકો, અસમમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં
અસમમાં AAPને ઝટકો
અસમમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ માત્ર 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. AAPએ ભાજપ પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી અસમના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીય સ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદવારો હાથમાં ઝાડુ લઈને અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના વિજનને આગળ વધારી રહ્યા હતા. અસમમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાસ પ્રભાવ દેખાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. બપોર સુધીમાં આપને માત્ર 0.13 ટકા મત મળ્યા છે. જ્યારે રાજ્યમાં નોટાને 1.30 ટકા મળ મળ્યા છે. લગભગ ભાજપે રાજ્યમાં 40 ટકા વોટ શેર મેળવીને પ્રચંડ જીત મેળવી છે.









