Get The App

હરિયાણાના ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધી ચોંક્યા, જમ્મુ-કાશ્મીર વિશે જુઓ શું બોલ્યા

Updated: Oct 9th, 2024

GS TEAM

Google News
Google News
Rahul Gandhi

Rahul Gandhi Statement After Haryana Election Result: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોનો હું હૃદયથી આભાર માનું છું. જમ્મુ-કાશ્મીરમાં INDIAની જીત બંધારણ અને લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.


હરિયાણામાં અણધાર્યા પરિણામ
હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા છે અને અમે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા ક્ષેત્રથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી આયોગ પરિચિત છે. તમામ હરિયાણવીનું સમર્થન અને અમારા બબ્બર શેર કાર્યકર્તાઓને તેમના અથાગ પરિશ્રમ માટે આભાર.


કોંગ્રેસનો EVM પર સવાલ
રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાડે ઈવીએમ પર સવાલ ઊભા કર્યા છે. ઉદિત રાજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.

હરિયાણાના ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધી ચોંક્યા, જમ્મુ-કાશ્મીર વિશે જુઓ શું બોલ્યા 2 - image

Tags :