mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

100 દિવસ થાય કે 100 વર્ષ, કૃષિ કાનુન પરત ખેંચવા મુદ્દે કોંગ્રેસ ખેડુતોની સાથે રહેશે: પ્રિયંકા ગાંધી

Updated: Mar 7th, 2021

100 દિવસ થાય કે 100 વર્ષ, કૃષિ કાનુન પરત ખેંચવા મુદ્દે કોંગ્રેસ ખેડુતોની સાથે રહેશે: પ્રિયંકા ગાંધી 1 - image

નવી દિલ્હી, તા. 07 માર્ચ 2021, રવિવાર

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર મેરઠ ખેડુત મહાપંચાયતમાં આકરા પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ કાળા કાનુન પરત નહી ખેંચાય ત્યાં સુધી ખેડુત અને કોંગ્રેસ મક્કમ રહેશે. કેન્દ્રના કૃષિ કાનુન સામે ખેડુતો ઘણાં સમયથી દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ ખેડુતોને ખુલ્લું સમર્થન આપી રહી છે. એ ક્રમમાં આજે પશ્ચિમ ઉત્તરપ્રદેશના મેરઠમાં કોંગ્રેસ પાર્ટીની ખેડુત મહાપંચાયત મળી. જેમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, કૃષિ કાનુનને પરત લેવા માટે ગમે તેટલા વર્ષો લાગી જાય કોંગ્રેસ તમારી સાથે રહેશે. તે માટે ભલે 100 દિવસ લાગે કે 100 વર્ષ કોંગ્રેસ અને ખેડુતો પરત નહી હટશે. આ જે ત્રણ કાનુન છે તે ખેડુતોના ભલા માટે બનાવવામાં આવ્યા છે કે મોદીના અરબપતિ મિત્રોની ભલાઈ માટે બનાવવામાં આવ્યા છે? આજે 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. લાખો ખેડુતો બોર્ડર પર બેસ્યા છે. જો આ કાનુન તમારા માટે બનાવવામાં આવ્યા છે તો તમારામાંથી લાખો લોકો બોર્ડર પર શા માટે બેસ્યા છે?

આ સાથે જ તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દિલ્હી બોર્ડર પર એ માટે નથી જઈ શકતા કારણ કે તેઓ ખેડુતોનો આદર નથી કરી રહ્યાં કારણ કે તેમની સરકાર ખેડુતો માટે નથી ચાલતી, દેશવાસીઓ માટે નથી ચાલતી તેમની સરકાર ઉદ્યોગપતિઓ માટે ચાલી રહી છે. મોટા મોટા અરબપતિઓ માટે ચાલી રહી છે.

તેમણે કહ્યું કે, અંગ્રેજોની જેમ ભાજપ સરકાર ખેડુતોનું શોષણ કરી રહી છે. આ મેરઠની ધરતી છે. અહીંથી સ્વતંત્રતા સંગ્રામનો પહેલો વિદ્રોહ શરૂ થયો હતો. તે આઝાદીની લડતમાં ખેડુતો સામેલ રહ્યાં. હજારો ખેડુત આંદોલનમાં જોડાયા. ઘણાં લોકો શહીદ થયાં. અંગ્રેજી સામ્રાજ્ય ખેડુતોને પરેશાન કરી રહ્યાં હતા.

એ સિવાય કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપની સરકાર પણ ખેડુતોનું શોષણ કરી રહી છે. આવા કાનુન છે જેનાથી તમારી કમાણી યોગ્ય નથી મળી શકશે. આ કાનુન મોટા ઉદ્યોગપતિઓને લાભ આપશે. ત્રણ કૃષિ કાનુનમાં એક બાજુ અરબપતિ અને બીજી બાજુ તમે, તો તમને શું લાભ મળશે.

ઉલ્લેખનિય છે કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા દેશભરના ખેડુતો ગત 3 મહીનાથી વધારે સમયથી કેન્દ્ર સરકારના કૃષિ કાનુન સામે આંદોલન કરી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી રાજ્યની રાજનીતિમાં ગરમાવો છે.

Gujarat