India

ચૂંટણી પંચ પર કોંગ્રેસના 6 ગંભીર આક્ષેપ: ફોર્મ-6 થી લઈને SIR પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલ

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના સોગંદનામાને ભ્રામક ગણાવ્યું છે. મહાસચિવ જયરામ રમેશે 6 મુદ્દા ઉઠાવી ફોર્મ-6 માં ફેરફાર, મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો અને ECINet ના ઉપયોગ પર ગંભીર સવાલો કર્યા છે. કોંગ્રેસે દાવો કર્યો કે મતદારોના નામ કમી કરવા ફોર્મ-7 નો દુરુપયોગ થયો. પાર્ટીએ 1 નવેમ્બરે દિલ્હીમાં 'વોટ બચાવો' રેલી પૂર્વે કાર્યક્રમની મંજૂરી ન મળવાનો પણ આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચ પર કોંગ્રેસના 6 ગંભીર આક્ષેપ: ફોર્મ-6 થી લઈને SIR પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલ

Congress Slams Election Commission: કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના સોગંદનામાને ભ્રામક, કપટપૂર્ણ અને દોહરી નીતિવાળું ગણાવતા છ મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે ફોર્મ-6 માં ફેરફાર, મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો, ECINet અને SIR પ્રક્રિયામાં કથિત ગરબડોના આરોપો લગાવ્યા છે.

મુખ્ય છ આક્ષેપો અને મુદ્દાઓ

ફોર્મ-6 માં ગેરકાયદેસર ફેરફાર: કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પંચે ફોર્મ-6 સાથે જોડવામાં આવેલા નવા ઘોષણાપત્ર અંગે ભ્રમ ફેલાવ્યો છે, અને આ ઓનલાઈન ફોર્મ જમા કરાવવા માટે ઘોષણાપત્ર ફરજિયાત બનાવીને મતદાર રજીસ્ટ્રેશન નિયમો, 1960 નું ઉલ્લંઘન કર્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનરના એકતરફી નિર્ણયો: જયરામ રમેશે દાવો કર્યો કે, SIR સાથે જોડાયેલા આદેશો પર બંને ચૂંટણી કમિશનરોએ સત્તાવાર રેકોર્ડમાં આપત્તિઓ નોંધાવી હતી, પરંતુ તેમને નજરઅંદાજ કરીને એકતરફી નિર્ણયો લેવાયા છે.

ECINet ના ઉપયોગ પર સવાલ: મતદાર યાદીઓ પર કેન્દ્રીય નિયંત્રણ મેળવવા માટે ECINet નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી કાયદેસરની સત્તા ધરાવતા મતદાર રજીસ્ટ્રેશન અધિકારીઓના અધિકારો છીનવાયા છે.

ચૂંટણી પંચના IT વિભાગની મનમાની: IT વિભાગ અપારદર્શક રીતે પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈને કામ કરી રહ્યો છે, જેને લઈને અગાઉ કેબિનેટ સચિવને પણ પત્ર લખવામાં આવ્યો હતો.

SIR પ્રક્રિયા વિનાશક: કોંગ્રેસનું કહેવું છે કે, લગભગ દરેક રાજ્યમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ-7 નો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

ખુલાસાઓથી અસ્વીકાર: પંચ પોતાના સોગંદનામામાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કાર્યક્રમ યોજવાની મંજૂરી ન મળવાનો આરોપ

કોંગ્રેસે દાવો કર્યો છે કે, 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી 'વોટ બચાવો' મહારેલી પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જનતાની અદાલતમાં મહાભિયોગ' ચલાવવા માટેનો કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામા આવી ન હતી. કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે આક્ષેપ કર્યો છે કે, દિલ્હી પોલીસ અને સરકાર વિપક્ષી અવાજને દબાવવા માટે આ બધું કરી રહી છે, અને વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના માનીતા અધિકારીને બચાવી રહ્યા છે.