India

કોમર્શિયલ એલપીજીમાં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સરકારી ઓઈલ કંપનીઓએ 1લી સપ્ટેમ્બરથી ATFના ભાવમાં 5.46%નો વધારો કર્યો. હવે 1 લિટર ATF ₹6.28 વધીને ₹121.28 થયો છે. કોમર્શિયલ LPG સિલિન્ડર (19 કિલો) પણ ₹9.50 મોંઘો થયો છે, જેનો ભાવ ₹2,747.50 થયો. ચોમાસુ ખેંચાતા પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધ્યો છે. સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોમર્શિયલ એલપીજીમાં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું
  • પેટ્રોલ - ડીઝલની નિકાસ પર ટેક્સ
  • ચોમાસુ ખેંચાવવાના લીધે પેટ્રોલ-ડીઝલના વપરાશમાં વધારો, એલપીજીની માંગ પીએનજીમાં શિફ્ટ થઈ

નવી દિલ્હી : સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવારે પહેલી સપ્ટેમ્બરના રોજ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૫.૪૬ ટકાનો વધારો કરવામાં આવતા તેનો ભાવ પ્રતિ લિટર ૬.૨૮ રૂપિયા વધીને રુ. ૧૨૧.૨૮ થયો છે. તેની સાથે કોમર્શિયલ એલપીજીના ૧૯ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં રૂ. ૯.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. ં કોમર્શિયલ એલપીજીનો ઉપયોગ રેસ્ટોરા અને હોટેલોમાં થાય છે.
સરકારી ઓઇલ કંપનીઓએ પહેલી ઓગસ્ટના રોજ પ્રતિ લિટર પાંચ રૂપિયાનો વધારો કર્યો હતો. સળંગ બે મહિના ભાવવધારો કરવામાં આવતા એરલાઇન્સ પરના નાણાકીય બોજામાં વધારો થયો છે. એરલાઇન્સના કાર્યકારી ખર્ચમાં એટીએફનો હિસ્સો ૪૦ ટકા હોય છે.
કોમર્શિયલ એલપીજીનો ભાવ નવા વધારાના પગલે પ્રતિ સિલિન્ડર ૨,૭૩૮ રૂપિયાથી વધીને ૨,૭૪૭.૫૦ રૂપિયા થયો છે. જ્યારે પાંચ કિલોગ્રામના કૂકિંગ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ કિલો ૭૬૨ રુપિયાથી વધીને ૭૬૪ રુપિયા થયો છે. આ અગાઉ પહેલી જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. ૧૮૩.૫ અને રુ. ૧૯૨નો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબુ્રઆરીમાં કોમર્શિયલ એલપીજીનો ભાવ ૧,૭૪૦થી નોંધપાત્ર પ્રમાણમાં વધારીને જૂનમાં ૩,૧૧૩.૫૦ કરાયા બાદ જુલાઈ-ઓગસ્ટમાં ભાવ ઘટાડાયો હતો. ઉલ્લેખનીય છે કે એટીએફ અને એલપીજીના ભાવ દર મહિને બદલાય છે. ડોમેસ્ટિક એલપીજીના ભાવમાં આ મહિને કોઈ ફેરફાર કરાયો નથી. તે ૧૪.૨ કિ.ગ્રા.ના સિલિન્ડરે રુ. ૯૪૨ પર સ્થિર છે.
સરકારે પેટ્રોલ-ડીઝલ પરની નિકાસ પર વિન્ડફોલ ગેઇન ટેક્સ વધાર્યો છે. તેની સાથે એટીએફ પરની લેવીમાં ઘટાડો કર્યો છે.પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ૧.૫ રુપિયાની ડયુટી લાદવામાં આવી છે, જે અગાઉ શૂન્ય હતી. સરકારે પશ્ચિમ એશિયા કટોકટીના લીધે ડીઝલ અને એટીએફ પર ૨૭ માર્ચના રોજ ડયુટી લાદી હતી. ત્યારથી તેની દર પખવાડિયે સમીક્ષા કરે છે.
આ ઉપરાંત ચોમાસુ ખેંચાતા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં વધારો થયો છે. જ્યારે એલપીજીની માંગ પીએનજી તરફ શિફ્ટ થઈ છે. સરકારી પેટ્રોલ કંપનીઓના આંકડા મુજબ પેટ્રોલનું વેચાણ ઓગસ્ટમાં ૯.૧ ટકા વધી ૩૪.૮ લાખ ટન થયું છે, જે વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન ૩૧.૯ લાખ ટન હતું. ભારતની આર્થિક પ્રવૃત્તિના મહત્ત્વના નિર્દેશાંક ડીઝલનું વેચાણ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે ૧૦.૨ ટકા વધીને ૬૨.૭ લાખ ટન થયું છે, જે વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૫૬.૯ લાખ ટન હતું. ઓગસ્ટમાં સળંગ બીજા મહિને ડીઝલની માંગમાં દ્વિઅંકી દરે વૃદ્ધિ નોંધાઈ હતી, જુલાઈમાં ડીઝલના વેચાણમાં ૧૦.૭ ટકાના દરે વૃદ્ધિ નોંધાઈ હતી.
જેટ ફ્યુઅલ એટલે કે એટીએફનું કુલ વેચાણ ઓગસ્ટમાં ૫.૬ ટકા વધી ૬.૭૭ લાખ ટન થયું હતું. જ્યારે એલએનજીનું વેચાણ ૧૬.૧ ટકા ઘટીને ૨૪.૨ લાખ ટન થયું હતું. એલપીજીની માંગ જુલાઈમાં ૧૭.૪ ટકા ઘટી હતી. એલપીજીની માંગ ૮.૬ ટકા વધી ૨૧.૭ લાખ ટન થઈ હતી.