ઉત્તર પ્રદેશ : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓની ખેર નહીં, સીએમ યોગીએ આપી ચેતવણી
Kanwar Yatra 2025 : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓનો સબક શીખવાડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે પ્લાન ઘડી કાઢ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રાાન શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ‘સરકાર કાવડ યાત્રામાં ખલેલ પહોંચાડનારા, તોડફોડ કરનારાઓની પોસ્ટરો લગાવશે. યાત્રા સંપન્ન થયા બાદ ઉપદ્રવિઓ વિરુદ્ધ કડકકાર્યવાહી કરવામાં આવશે.’
કાવડ યાત્રાની ઘટનાઓથી સીએમ યોગી નારાજ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath) કાવડ યાત્રાની ઘટનાને લઈ ખૂબ જ નારાજ થયા છે. તેમણે કહ્યું કે, તમામ ઘટનાઓના સીસીટીવી છે. જેઓએ કાવડ યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, જે લોકો ઉપદ્રવીના ભેષમાં છુપાયેલા છે, તે તમામને છોડીશું નહીં.
કાયદો હાથમાં ન લો : સીએમ યોગી
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘કાવડ યાત્રામાં ઉત્સાહ અને ઉમંગ છે, શ્રદ્ધા અને ભક્તિ છે. બીજીતરફ આ ઉત્સાહ અને શ્રદ્ધાને બદનામ કરવાનો દુષ્ટ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આ ધાર્મિક યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવા લોકોને વચ્ચમાં ન ઘૂસવા દો. કાવડને ખંડિત કરનારાઓ અને ભક્તી સાથે રમત રમનારાઓ, પોતે કાયદો હાથમાં ન લો, તમે પોતે તંત્રને સૂચના આપો.’
‘આપણે યાત્રામાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ’
સીએમ યોગીએ કાવડ યાત્રામાં કાંવડિયો પર પુષ્પવર્ષા કરી, બીજીતરફ લોકોને પોતાની જવાબદારીનો પણ અહેસાસ કરાવ્યો. તેમણે કહ્યું કે, ‘શિવ લોકમંગલના દેવતા છે, તેઓ આદિદેવ મહાદેવ છે. પોલીસ તંત્રએ શ્રેષ્ઠ વ્યવસ્થા કરી છે, પરંતુ આપણે પણ આપણી જવાબદારી સમજવી પડશે. આપણે બીજાની સમસ્યા સમજવી જોઈએ. સફાઈ કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, પરંતુ આપણે પણ આપણું દાયિત્વ સમજવું જોઈએ. ચારરસ્તા અને તેમની પાસે ગંદકી ન ફેલાવો.