Get The App

VIDEO : ચીન-હોંગકોંગમાં 'વિફા' વાવાઝોડાનું તાંડવ, ફ્લાઈટ-ટ્રેન વ્યવહાર ખોરવાયો, ફિલિપાઈન્સમાં 43000 લોકોને અસર

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ચીન-હોંગકોંગમાં 'વિફા' વાવાઝોડાનું તાંડવ, ફ્લાઈટ-ટ્રેન વ્યવહાર ખોરવાયો, ફિલિપાઈન્સમાં 43000 લોકોને અસર 1 - image


Hong Kong And China Wipha Typhoon : ‘વિફા’ વાવાઝોડાએ વિયેતનામ બાદ ચીન, હોંગકોંગમાં ભારે તબાહી શરૂ કરી દીધી છે, જેના કારણે રવિવારે (20 જુલાઈ) બંને દેશોમાં અનેક ફ્લાઈટો અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વિફા દેશના દક્ષિણ કિનારાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હોંગકોંગ, શેન્જેન, ઝુહાઈ અને મકાઉ એરપોર્ટના વેબસાઈટમાં કહેવાયું છે કે, વાવાઝોડાના કારણે મોટાભાગની ફ્લાઈટો રદ અથવા સ્થગિત કરી દેવાઈ છે. હોંગકોંગમાં લગભફગ 400 ફ્લાઈટો રદ કરાયા બાદ 80 હજાર પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત કેટલીક હાઈ-સ્પીડ ટ્રેન સેવા પણ રદ કરવામાં આવી છે.

વૃક્ષ ધરાશાયીની 450 ફરિયાદ મળી

વાવાઝોડાને ધ્યાને રાખી હોંગકોંગ ઓબ્ઝર્વેટરી દ્વારા પહેલેથી જ ખતરાનું 10 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું હતું. ઓબ્ઝર્વેટરીએ કહ્યું કે, ‘વિફા વાવાઝોડું બપોરે 2.00 કલાકે દક્ષિણમાંથી પસાર થઈને આગળ વધી રહ્યું છે. આ દરમિયાન પ્રતિ કલાક 140 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો. હોંગકોંગ સરકારે કહ્યું કે, દેશમાં વૃક્ષો પડવાની 450 ફરિયાદો મળી છે, જોકે સરકારના નિવેદનમાં કોઈના ઈજા થવાના અહેવાલ અપાયા નથી.

વાવાઝોડું ફિલિપાઈન્સ-તાઈવાન થઈને આગળ વધ્યું

હોંગકોંગ સરકારે કહ્યું કે, ‘વાવાઝોડાના સંકટને ધ્યાને રાખી 250થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. હોંગકોંગ ડિઝનીલેન્ડ અને મનોરંજન પાર્ક બંધ કરી દેવાયા છે. વિફા વાવાઝોડાનું નામ થાઈલેન્ડ દ્વારા રાખવામાં આવ્યું છે. વિફા શનિવારના રોજ ત્રાટક્યું હતું, જે ફિલિપાઈન્સ અને તાઈવાનના કેટલાક ભાગોમાંથી પસાર થઈને આગળ વધી રહ્યું છે. વિફાના કારણે ફિલિપાઈન્સના ઉત્તર કાગાયન શહેરમાં પૂર આવતા એક વ્યક્તિનું મોત થયું છે અને 43000 લોકો પ્રભાવિત થયા છે, જેઓ સરકારી આશ્રય સ્થાને અથવા સંબંધીઓના ઘરે આશરો લેવા માટે મજબૂર થયા છે. અધિકારીઓએ કહ્યું કે, 400થી વધુ ઘરોને નુકસાન થયું છે.

વિયેતનામમાં બોટ પલટી, 30થી વધુ લોકોના મોત

વિયેતનામમાં હાલોંગ ખાડીમાં શનિવારે (19 જુલાઈ) પ્રવાસીઓ સવાર હોડી પલટી જતાં 30થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. સરકારી મીડિયા અનુસાર, હોડીમાં કુલ 53 લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી 'વિફા' વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી. ઘટનામાં 11 લોકોને જીવતા બચાવી લેવાયા છે. જ્યારે 34 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 8 બાળકો પણ સામેલ છે.

વિયેતનામમાં 'વિફા' વાવાઝોડાની ઝપેટમાં આવતા બોટ પલટી, 30થી વધુ લોકોના મોત

Tags :