CM Yogi Adityanath Statement on Sanatan: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે વારાણસીના સર્વવેદ મહામંદિર ધામમાં આયોજિત 'વિહંગમ યોગ સંત-સમાજ'ની સ્થાપનાના શતાબ્દી સમારોહ મહોત્સવમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'દરેક કામ દેશના નામે હોવું જોઈએ, આપણું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ નથી. જો આપણો દેશ સુરક્ષિત છે, તો આપણો ધર્મ પણ સુરક્ષિત રહેશે. જો આપણે ધર્મ સુરક્ષિત છે, તો આપણે પણ સુરક્ષિત રહીશું.'
યોગી આદિત્યનાથે શતાબ્દી મહોત્સવને સંબોધિત કરતાં કહ્યું કે, 'આ દેશ ગુલામીની બેડીઓ બંધાયેલો હતો. ગુલામીની બેડીઓથી મુક્ત કરાવવા માટે આપણી આધ્યાત્મિકતાની સાથો સાથ સદગુરુ સદાફલ મહારાજે આઝાદીના આંદોલનમાં ભાગ લીધો.'
આ પણ વાંચો: અમને EVM પર આશંકા, લોકો પણ ખુશ નથી: ઉદ્ધવ સેનાના ધારાસભ્યોએ શપથ લેવાનો કર્યો ઈનકાર
'દરેક કાર્ય દેશના નામ થવું જોઈએ'
તેમણે કહ્યું કે, 'એકલા મૌન નથી બેસવાનું. એક કાર્ય પૂર્ણ થયું તો આગામી કાર્યની શરુઆત કરી દેવાની છે, પરંતુ દરેક કાર્ય દેશના નામ, સનાતન ધર્મના નામ પર થવું જોઈએ. એક સાચા સંતથી દેશ અને સમાજની પરિસ્થિતિઓમાં હાથ પર હાથ રાખીને ચૂપચાપ બેસી ન શકાય.'
'13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભ'
આગામી પ્રયાગરાજ મહાકુંભનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, 'એક કુંભ અહીં છે, તો બીજો મહાકુંભ પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરુ થવાનો છે. પ્રયાગરાજ મહાકુંભને સાંસ્કૃતિક ધરોહર તરીકે માન્યતા અપાવી છે. એટલું જ નહીં આ વર્ષ આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલા ફરીથી બિરાજમાન થયા છે.'


