'ઈચ્છો તો સાથે આવી જાઓ', મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની ખુલ્લી ઓફર પર શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CM Devendra Fadnavis On Uddhav Thackeray : મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન વિપક્ષમાં જશે નહીં. તેમણે ઉદ્વવ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને ઈશારાથી સત્તા પક્ષમાં સામેલ થવા માટે ઓફર પણ આપી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આવા સમયે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ભાજપની આ પ્રકારની રણનીતિ BMCની ચૂંટણી પહેલા ઉદ્વવ જૂથ શિવસેનાની સ્થિતિને નબળી કરવાનો પ્રયાસ કહી શકાય.
ઉદ્ધવ ઠાકરેને CM ફડણવીસે સાથે આવવાની આપી ખુલ્લી ઓફર
વિધાન પરિષદ સત્રમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'જુઓ ઉદ્ધવજી, ઓછોમાં ઓછા 2029 સુધીમાં અમારા ત્યાં (વિપક્ષ)માં જવાની કોઈ સંભાવના નથી. જો તમે (ઉદ્વવ ઠાકરે) ઈચ્છો તો આ તરફ આવવા અંગે વિચારી શકો છે. બીજી તરફ, સંભવિત ગઠબંધનની અટકળો તેજ થઈ ગઈ છે.
ઉદ્ધવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા
ત્યારે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન અંગે ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે તેમણે મીડિયાને કહ્યું કે, આ બધુ જવા દો. આ બધી હસી-મજાકની વાત છે.
મુંબઈમાં BMCની ચૂંટણી થવાની છે, તેવા સમયે આ નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગત વખતે BMCમાં શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાલ તો BMC ઉદ્વવ ઠાકરે જૂથના નિયંત્રણમાં છે. ભાજપ ઈચ્છે કે, આ વખતે BMC પર કબજો મેળવવે અને તેના માટે તે કોઈપણ રાજકીય સમીકરણ તાકવમાં લાગી ગયા છે..
પક્ષ-વિપક્ષના દિગ્ગજોની ગ્રુપ ફોટોગ્રાફી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, અજિત પવાર, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને અન્ય મંત્રીઓ અને નેતાઓએ આજે વહેલી સવારે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર ગ્રુપ ફોટોગ્રાફ માટે પોઝ આપ્યો.
તાજેતરમાં જ ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. 20 વર્ષ બાદ મળેલા બંને ભાઈઓએ મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે, ઉદ્ધવની શિવસેના રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ ઉત્તર ભારતીયો સામેના વલણથી અનુકૂળ નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચે ગઠબંધનની શક્યતા હજુ પણ અધૂરી છે. તે જ સમયે, ભાજપ માટે ઉદ્ધવ સાથે આવવું સરળ રહેશે નહીં. કારણ કે એક તરફ શિંદે જૂથ પહેલાથી જ ભાજપ સાથે છે, તો બીજી તરફ ઉદ્ધવ જૂથનું પુનરાગમન સત્તા સમીકરણમાં તણાવ પેદા કરી શકે છે.









