CJP નેતાઓને ધરપકડ બાદ 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, જંતર મંતર પર બેરિકેડિંગ તોડીને ઘૂસ્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Protest and Jantar Mantar News : દિલ્હીમાં જંતર-મંતર પર ગેરકાયદે રીતે પ્રવેશ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP) સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે CJP ના પ્રમુખ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્યા શિંદેની ધરપકડ કરી લીધી હતી. હવે તેમની સામે કોર્ટે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર વિસ્તારમાં પ્રદર્શન કરનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અંજિક્ય શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. SEM કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
બેરિકેડિંગ તોડીને જંતર-મંતર પહોંચ્યા હતા નેતાઓ
આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્યા શિંદે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા અને ભારે બેરિકેડિંગને તોડીને જંતર-મંતર પર પહોંચ્યા હતા. આ ઘટના બાદ દિલ્હી પોલીસે વગર પરવાનગીના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ આ નેતાઓ અને સંગઠનના અન્ય સભ્યો સામે FIR નોંધાઈ હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ FIR માં અગાઉ શાંતિ જાળવવા માટે આપવામાં આવેલા પીસ બોન્ડની શરતોના ભંગ અંગેની કલમો પણ સામેલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે CJP ના કાર્યકર્તાઓએ સુરક્ષા ઘેરાને વટાવીને જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસ કસ્ટડી અને કાનૂની કાર્યવાહી
કોકરોચ જનતા પાર્ટીની લીગલ હેડ રત્ના સિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરવ, આશુતોષ અને અજિંક્યાને એક કલાકની અંદર મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે SEM (સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) સમક્ષ રજૂ કરવામાં આવવાના હતા, કારણ કે 24 કલાકની સમયસીમા પૂરી થવા જઈ રહી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓને દ્વારકા જિલ્લાના જાફરપુર કલાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં CJP ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ જતા આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
નવા વિરોધ સ્થળો અને CJP નું સ્ટેન્ડ
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે 11 ઓક્ટોબરે એક સ્થાયી આદેશ જાહેર કરીને રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાનને ધરણા-પ્રદર્શન માટેના નવા નિર્ધારિત સ્થળો તરીકે સૂચિબદ્ધ કર્યા છે, અને જંતર-મંતરને આ યાદીમાંથી હટાવી દીધું છે. CJP ના જણાવ્યા મુજબ આ જાહેરાત 12 ઓક્ટોબરે કરવામાં આવી હતી અને સંગઠનનું દાવો છે કે તે જ દિવસે તેમના પ્રતિનિધિઓ શાંતિપૂર્ણ પ્રદર્શન માટે તારીખ અને સમય નક્કી કરવા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.




