ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત
Image: PTI |
India-China agreement: ચીની વિદેશ મંત્રાલયે બુધવારે જાણકારી આપી કે, વિદેશ મંત્રી વાંગ યી નવી દિલ્હી યાત્રાએ હતા. આ દરમિયાન ભારત-ચીન વચ્ચે સરહદ વ્યવસ્થાપન અને નિયંત્રણ અંગે એક નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વાંગ યીએ 18 થી 19 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતના NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વ્યાપક વાતચીત કરી હતી.
બંને પક્ષો થયા સંમત
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બંને પક્ષો વિવિધ ક્ષેત્રોમાં ફરી સંવાદ શરૂ કરવા, પરસ્પર લાભદાયી સહયોગને વધુ ગાઢ બનાવવા, બહુપક્ષવાદને જાળવી રાખવા, વૈશ્વિક પડકારોનો સંયુક્ત રીતે સામનો કરવા અને એકતરફી જોખમોનો વિરોધ કરવા સંમત થયા છે. બંને પક્ષો સરહદી પ્રશ્ન પર નવા સામાન્ય કરારો પર સંમત થયા. જેમાં સામાન્ય વ્યવસ્થાપન અને નિયંત્રણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી, સંવેદનશીલ વિસ્તારોને યોગ્ય રીતે સંબોધિત કરવા અને જ્યાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય ત્યાં સરહદી વાટાઘાટો શરૂ કરવાનો સમાવેશ થાય છે.'
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના યવતમાલમાં હચમચાવતી ઘટના, રેલવે નિર્માણસ્થળે ખાડામાં ડૂબી જતાં 4 બાળકનાં મોત
ભારત-ચીના સંબંધ મજબૂત થઈ રહ્યા છે
માઓએ જણાવ્યું હતું કે, 'વાંગે તેમની બેઠકોમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે વર્તમાન પરિસ્થિતિઓ ભારત-ચીન સંબંધોના વ્યૂહાત્મક મહત્ત્વ અને દ્વિપક્ષીય સહયોગના વ્યૂહાત્મક મૂલ્યને વધુ ઉજાગર કરે છે, જેને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ધમકીઓ સાથે જોડવામાં આવે છે.ટ
વડાપ્રધાન મોદી સાથે વાંગની મુલાકાત અંગે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, વાંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કેકિયાંગ વતી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
SCO શિખર સંમેલનમાં હાજરી આપશે નરેન્દ્ર મોદી
વાંગે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીને તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન મોદીની મુલાકાતનું સ્વાગત કર્યું.
આ પણ વાંચોઃ આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકળા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત?
ચીનના વિદેશ મંત્રી વાંગે કહ્યું કે, ગયા વર્ષે રશિયામાં મોદી અને શી જિનપિંગની સફળ મુલાકાતે ચીન-ભારત સંબંધોની પુનઃસ્થાપના અને નવી શરૂઆત માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. બંને પક્ષોએ બંને દેશોના નેતાઓ દ્વારા થયેલા મહત્ત્વપૂર્ણ સામાન્ય કરારોને ગંભીરતાથી અમલમાં મૂક્યા છે, જેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા અને વિકાસના નવા માર્ગ પર લઈ જવામાં આવ્યા છે. આ સરળતાથી નથી થયું અને તેનું સાચવીને રાખવું જોઈએ.
ભારત-ચીન સંબંધમાં ઉતાર-ચઢાવ
વધુમાં વાંગે કહ્યું કે, તેમની ભારત મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાન માટે તૈયારી કરવાનો પણ હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત-ચીન સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા છે અને તેમાંથી શીખેલા પાઠ યાદ રાખવા જોઈએ. પરિસ્થિતિ ગમે તે હોય, બંને પક્ષોએ હરીફ નહીં પણ ભાગીદાર તરીકે યોગ્ય સ્થિતિ જાળવી રાખવી જોઈએ અને મતભેદોનું સમજદારી પૂર્વક સંચાલન કરવું જોઈએ, જેથી સરહદ વિવાદ બંને દેશો વચ્ચેના એકંદર સંબંધોને અસર ન કરે. વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ભારત-ચીન સંબંધોમાં વ્યૂહનૈતિક મહત્ત્વ તેજીથી ઉભરી રહ્યા છે અને ભારત-ચીન સહયોગનું વ્યૂહનૈતિક મૂલ્ય ઉલ્લેખનીય છે.'
પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું કે, બંને પક્ષો બંને દેશોના નેતાઓ દ્વારા મળતી મહત્ત્વની સામાન્ય સમજૂતીઓનો ગંભીરતાથી અમલ કરશે, વિવિધ ક્ષેત્રોમાં આદાનપ્રદાન અને સહયોગને મજબૂત બનાવશે અને ભારત-ચીન સંબંધોના સ્થિર અને લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપશે.