Get The App

PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્ચા

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્ચા 1 - image


India-China Relations : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વાંગ યી અને NSA અજીત ડોભાલ વચ્ચે બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ માટે ચર્ચા થવાની સંભાવના છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ ઝિંકી સંબંધો બગાડી રહ્યા છે, તો બીજીતરફ ભારત અને ચીન નજીક આવી રહ્યા હોવાથી વાંગ યી અને ડોભાલની મુલાકાત પર સૌની નજર છે.

ચીનના વિદેશમંત્રીની ભારત મુલાકાત કેમ મહત્ત્વની છે?

ચીનમાં  31 ઓગસ્ટથી શાંઘાઈ સહકાર સંગઠન (SCO) શિખર સંમેલન યોજાવાનું છે, જેના માટે ચીનની શી જિનપિંગ સરકારે પીએમ મોદીના સ્વાગત માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીતરફ ભારતમાં વાંગ યી (Chinese Foreign Minister Wang) અને ડોભાલ (NSA Ajit Doval) વચ્ચે મહત્ત્વની બેઠક યોજાવાની છે, ત્યારે આ મુલાકાતો બંને દેશોના સંબંધો ફરી સુધારવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે. ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં ઘર્ષણ થયા બાદ બંને દેશોના સંબંધો ખરાબ થઈ ગયા હતા. આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ ઝિંકતા ભારત-અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો છે.

'હું કોઈ પદનો ઈચ્છુક નથી...' સત્તાપલટાની આશંકાઓ વચ્ચે પાક. જનરલ અસીમ મુનીરનું નિવેદન

ભારત-ચીન વચ્ચે સંબંધો સુધારા તરફ

અજિત ડોભાલ ગત વર્ષે ચીનની મુલાકાતે ગયા હતા અને વાંગ યી સાથે સરહદ વિવાદ મુદ્દે ચર્ચા કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ડોભાલ, વિદેશમંત્રી એસ.જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ SCO બેઠક માટે ચીન ગયા હતા. બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો થયા બાદ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

PM મોદીની ચીન યાત્રાની તૈયારીઓ શરુ

ચીનના વિદેશમંત્રી ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર (Indian Foreign Minister S.Jaishankar) સાથે પણ મુલાકાત કરશે. ચીનમાં 31 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે એસસીઓનું વાર્ષિક શિખર સંમલેન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભાગ લે તેવી સંભાવના છે. રિપોર્ટ મુજબ ચીનની શી જિનપિંગ (XI Jinping) સરકારે પીએમ મોદીના સ્વાગત માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, પીએમ મોદી 29 ઓગસ્ટે જાપાનના પ્રવાસે જશે, ત્યારબાદ તેઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન જશે.

સીઝફાયર માટે પુતિન સામે નતમસ્તક થવા તૈયાર ડોનાલ્ડ ટ્રમ્પ, યુક્રેનને થશે ભારે નુકસાન

Tags :