ચીન ભારે મુશ્કેલીમાં : છેલ્લા છ મહીનાથી અર્થતંત્ર ઢળતું રહ્યું છે : ભારત માટે નવી તકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચીન છેલ્લાં 3 વર્ષથી ફેકટરી ડીફ્લેશનનો સામનો કરી રહ્યું છે
નવી દિલ્હી: ચીનનું અર્થતંત્ર મંદ પડી રહ્યું છે. તેની નિકાસ વધી છે પરંતુ ફેકટરી ગેઇટ પ્રાઈસીઝ વધતી જાય છે. દેશના નાગરિકોની ખરીદ શક્તિ તૂટતી જાય છે. એકંદર ખરીદી ઘટતાં કંપનીઓના પ્રોફિટસ પણ ઘટતાં જાય છે. પરિણામે છેલ્લા છ મહિનાથી ચીનનું અર્થતંત્ર ઢળતું રહ્યું છે. સંભવ છે કે તેથી ભારત માટે નવી તકો પણ ખૂલે.
નિકાસ વધી છે પરંતુ ફેકટરી ગેઇટ પ્રાઈસીઝ વધતી જાય છે, દેશમાં આંતરિક ખરીદી તૂટતી જાય છે, કંપનીઓના પ્રોફિટ પણ તૂટે છે
ચીનના જ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિટિકા જણાવે છે કે મે-૨૦૨૬માં ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ્સ ૨૧.૧ ટકા રહ્યા હતા. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૪.૭ ટકા હતું. આ સ્પષ્ટ દેખાડે છે કે અર્થતંત્ર ઢળી રહ્યું છે.
બ્લુમબર્ગનો રીપોર્ટ જણાવે છે કે જાન્યુઆરી થી મે ૨૦૨૬માં ઔદ્યોગિક નફાનું સ્તર ૧૮.૮ ટકા જ રહ્યું હતું. જે બ્લ્યુબર્ગ ઇકોનોમિક્સ એસ્ટીમેટ ૧૯% કરતાં પણ થોડું નીચું રહ્યું હતું. વાસ્તવમાં ચીન છેલ્લા ત્રણ વર્ષથી ફેકટરી ડીફ્લેશનનો સામનો કરી રહ્યું છે. મે માં પ્રોડયુસર પ્રાઇસીઝ થોડી ઊંચકાઈ હતી. પરંતુ તેથી બહુ લાભ થઇ શક્યો નથી.
નિષ્ણાંતોને આશ્ચર્ય તે થાય છે કે એકતરફ વૈશ્વિક માગ વધી રહી છે તે એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ પ્રોડક્ટસ વધુને વધુ માગે છે. આર્ટિફિશ્યલ, ઇન્ટેલિજન્સમાં પણ ભારે મોટું મૂડીરોકાણ થઇ રહ્યું છે. પશ્ચિમ એશિયાની કટોકટી તે બધાં પરિબળોને લીધે ચીનની નિકાસ વધી છે. પરંતુ દેશમાં આંતરિક માગ જ ઓછી થઇ છે. રોજીંદી ચીજવસ્તુઓની પણ ખપત ઘટી છે. આથી દેશમાં મૂડી રોકાણો થતાં નથી. નિકાસ વધી છે. પરંતુ તે ઘટી રહેલી આંતરિક માગને લીધે કંપનીઓની એકંદર આવક જ ઘટી છે. તેથી નફો પણ ઘટયો છે. આ આંતરિક માગ-ઘટાડા ને નિકાસ વૃદ્ધિ સરભર કરી શકે તેમ જ નથી.
બ્લમબર્ગ રીપોર્ટ વધુમાં જણાવે છે કે જાન્યુ. થી મે ૨૦૨૬માં ચીનમાં ઔદ્યોગિક એકમો ૩.૧૪ ટ્રિલિયન યુઆન (નાનું ચલણ) કમાઈ હતી. (જે ૪૬૨ ડોલર બરાબર થવા જાય છે) પરંતુ તે ૨૦૨૨માં થેયલી કમાણી (નફા) કરતાં ઓછી હતી. અને મે મહિનામાં તો તેમાં ૯.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આંતરિક ડીમાન્ડ ઘટતાં ચીનની કંપનીઓ તેમનાં પોલાદ, ઇલેક્ટ્રોનિક્સ અને કેમિકલ્સ ઓછા ભાવે વિદેશોમાં વેચવા તત્પર બને. જો ભારતમાં પણ માલનું ડમ્પીંગ કરવા જાય તે સંજોગોમાં ભારત એક તરફ એન્ટી ડમ્પીંગ ડયુટી લાદી દેશના ઉદ્યોગોને રક્ષણ આપે તો બીજી તરફ નિકાસ ક્ષેત્રે તો ભારતનો માલ અમસ્તો પણ સસ્તો પડવાથી ચીનની હરીફાઈમાં મેદાન મારી નિકાસ વધારી શકે. આમ ચીનની ફસામણ ભારત માટે સહાયરૂપ બની શકે.









