India
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી
By GS Team
6 Sep 20261 min read
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ દેશની 8 હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ‘X’ પર પોસ્ટ કરીને આ માહિતી આપી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ વલ્લુરી કામેશ્વર રાવ પટના હાઈકોર્ટના, જ્યારે બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રવિન્દ્ર ઘુગે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. આઠ રાજ્યોની હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળ્યા છે.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

Appointment of new Chief Justices to eight High Courts | કેન્દ્ર સરકારે શનિવારે દેશની વિવિધ હાઈકોર્ટમાં આઠ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂંક કરી છે. આ નિમણૂંક સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણના થોડા દિવસો બાદ કરવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 'X' (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ વલ્લુરી કામેશ્વર રાવને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. જ્યારે બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રવિન્દ્ર વી. ઘુગે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેશે.
નિયુક્ત કરાયેલા આઠ ચીફ જસ્ટિસની યાદી
જસ્ટિસ વલ્લુરી કામેશ્વર રાવ (દિલ્હી હાઈકોર્ટ) | પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ રવિન્દ્ર વી. ઘુગે (બોમ્બે હાઈકોર્ટ) | કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલ (છત્તીસગઢ હાઈકોર્ટ) | રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી (અલ્લાહાબાદ હાઈકોર્ટ) | બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા (પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ) | પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ કૃષ્ણા રામ મોહાપાત્રા (ઓડિશા હાઈકોર્ટ) | છત્તીસગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ અલ્પેશ યશવંત કોગજે (ગુજરાત હાઈકોર્ટ) | મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટી (રાજસ્થાન હાઈકોર્ટ) | જમ્મુ-કાશ્મીર અને લડાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ |
–
–
–
–
–
–
–
–