Get The App

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
Traffic Rules Violations


Traffic Rules Violations: ભારત જેવા દેશમાં ટ્રાફિક નિયમોનું મોટા પ્રમાણમાં ઉલ્લંઘન થાય છે. જેના કારણે પરિસ્થિતિ એવી છે કે દરરોજ હજારો ટ્રાફિક ચલણ જારી કરવામાં આવે છે. આ અંગે Cars24 એ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024માં ભારતમાં કેટલા ચલણ જારી કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાંથી માત્ર 25% ચલણ જ ભરાયા છે. બાકીના 75% હજુ બાકી છે.

વર્ષ 2024માં 12,000 કરોડ રૂપિયાના ચલણ જારી કરાયા 

આ પહેલી વાર છે જ્યારે Cars24 એ ચલણ ડેટા સંબંધિત આ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024માં 12,000 કરોડ રૂપિયાના ચલણ જારી કરવામાં આવ્યા છે. આમાંથી 9,000 કરોડ રૂપિયાના ચલણ હજુ સુધી જમા થયા નથી. એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 8,000 કરોડથી વધુ ચલણ જારી કરવામાં આવ્યા હતા. આથી એવું કહી શકાય કે કડક નિયમો હોવા છતાં દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે. 

આ કારણોસર જારી કરવામાં આવ્યા ચલણ

આ વર્ષે, ઓવરલોડેડ ટ્રકથી લઈને હેલ્મેટ વગર બાઇક કે સ્કૂટર ચલાવનારાઓ સુધીના દરેકને ચલણ ફટકારવામાં આવ્યા હતા. હરિયાણાના એક ટ્રક માલિકને 18 ટનથી વધુ માલ લોડ કરવા બદલ 2,00,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે, બેંગલુરુના એક બાઇક સવારને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2.91 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હવે લૉ ગ્રેજ્યુએટ્સ સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં કર્યો મોટો ફેરફાર

એકલા ગુરુગ્રામમાં જ એક દિવસમાં જારી કરાયેલા 4,500 ચલણોમાંથી 10 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. નોઈડામાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી એક મહિનામાં 3 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા. આ દર્શાવે છે કે લોકો તક મળતાં જ બેજવાબદારીપૂર્વક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

સૌથી વધુ ચલણ ઓવરસ્પીડિંગ માટે જારી કરવામાં આવ્યા 

જારી કરાયેલા તમામ ચલણોમાંથી લગભગ 50% ચલણ ઓવરસ્પીડિંગ માટે જારી કરવામાં આવ્યા હતા. આ પછી, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, આડેધડ પાર્કિંગ અને સિગ્નલ તોડવાના કિસ્સામાં પણ ચલણ જારી કરવામાં આવ્યા છે.

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા 2 - image

Tags :