Get The App

'બેવડું વલણ નહીં ચલાવીએ..', ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
'બેવડું વલણ નહીં ચલાવીએ..', ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી 1 - image

Image: Nayara Agency



European Union: યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયા સામે લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને મૂળથી નકારતા ઊર્જા વેપારમાં 'બેવડું વલણ' અપનાવવાના કારણે યુરોપની આકરી ટીકા કરી છે. EUએ પોતાના 18માં પ્રતિબંધ પેકેજ હેઠળ ગુજરાતની વાડીનાર રિફાઇનરીને નિશાન બનાવી છે. આ રિફાઇનરીને નાયરા એનર્જી લિમિટેડ નામની કંપની સંચાલિત કરે છે. રિફાઇનરીમાં રશિયન તેલ કંપની રોસનેફ્ટની 49.13% ભાગીદારી છે. વિદેશ મંત્રાલય (એમઈએ) એ યુરોપિયન સંઘ દ્વારા રશિયા પર ખાસ કરીને તેના ઊર્જા વેપાર પર નવા દંડાત્મક ઉપાયની જાહેરાતના જવાબમાં કહ્યું કે, ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધ ઉપાયોનું સમર્થન નથી કરતું. 

આ પણ વાંચોઃ વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં

બેવડું વલણ સ્વીકારવામાં નહીં આવેઃ ભારત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે (18 જુલાઈ) પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, 'અમે યુરોપિયન યુનિયન દ્વારા તાજા પ્રતિબંધો પર ધ્યાન દોર્યું છે. ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધોનું સમર્થન નથી કરતું. અમે એક જવાબદાર દેશ છીએ અને પોતાના કાનૂની જવાબદારીનું સંપૂર્ણ રીતે પાલન કરીએ છીએ. ઊર્જા સુરક્ષા અમારા નાગરિકોની પાયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખૂબ જ જરૂરી છે. અમે સ્પષ્ટ રૂપે કહેવા માગીએ છીએ કે, ઊર્જા વેપારમાં બેવડું વલણ સ્વીકારવામાં નહીં આવે.' 

ભારત નહીં કરે સમજૂતી

નોંધનીય છે કે, આ નિવેદન ન ફક્ત EU ના પગલાની પ્રતિક્રિયા છે. પરંતુ, ભારતની વેપાર નીતિનો પણ સંદેશ છે કે, તે પોતાની ઊર્જા સુરક્ષા પર કોઈ સમજૂતી નહીં કરે. 

આ પણ વાંચોઃ 'ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં...' દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની

શું છે યુરોપિયન સંઘનો પ્રતિબંધ

યુરોપિયન યુનિયને 16 જુલાઈએ રશિયાની વિરૂદ્ધ પોતાના 18માં પ્રતિબંધ પેકેજની જાહેરાત કરી, તેનો હેતુ રશિયાના ક્રૂડ ઓઇલ અને ઊર્જા ક્ષેત્રને નિશાન બનાવવાનો છે. આ પેકેજમાં રશિયન ક્રૂડ ઓઇલની મહત્તમ કિંમતને 60 ડૉલર પ્રતિ બેરલથી ઘટાડીને 47.6 ડૉલર પ્રતિ બેરલ કરવાનું સામેલ છે, જેથી રશિયાની આવકમાં ઘટાડો કરી શકાય. આ સિવાય, EU એ રશિયાની કથિત 'શેડો ફ્લીટ' (જૂના તેલ ટેન્કરોનો સમૂહ) અને ભારતીય રિફાઇનરી નાયરા એનર્જીને પ્રતિબંધોની સૂચિમાં સામેલ કરી છે.

Tags :